વડાપ્રધાન મોદીએ સરદાર સરોવરનું રાષ્ટ્રાર્પણ કર્યુ

ડભોઇ : વડાપ્રધાન મોદીએ પોતાનાં 67માં જન્મદિવસે સરદાર સરોવર ડેમનું રાષ્ટ્રાર્પણ કર્યું હતું. આ સાથે જ જન્મદિવસે વડાપ્રધાન રેલી કરીને ગુજરાત ચૂંટણીનું પણ રણશિંગુ ફૂંકવાનાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારે સવારેવાતાવરણ ખરાબ હોવાનાં કારણે મોદીનાં હેલિકોપ્ટરનું ડભોઇમાં લેન્ડ થયું હતું. આ કારણે વડાપ્રધાન કેવડિયા માર્ગથી પહોંચ્યા અને કાર્યક્રમ આશરે 1 કલાક મોડો પહોંચ્યો હતો.

નરેન્દ્ર મોદી લાંબા સમયથી સરદાર સરોવર બંધની ઉંચાઇ વધારવાનાં પક્ષધર હતા. ત્યાર બાદ તેમણે ડેમની ઉંચાઇ હાલમાં જ વધારીને 138.68 મીટર કરી હતી. જ્યારે અહીં સરદાર સરોવર બંધ બનાવવાની સાથે સાથે સરદાર વલ્લભભાઇ પટેલની યાદમાં બનેલા સ્ટેચ્યું ઓફ યૂનિટીની પણ મુલાકાત કરશે 182 મીટર ઉંચા સ્ટેચ્યુ ઓફ યુનિટી મોદીનો જ વિચાર હતો.

You might also like