વડાપ્રધાન મોદી ચીન બોર્ડર પર ITBPના જવાનો સાથે મનાવશે દિવાળી

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે ભારત – ચીન બોર્ડર પર આઇટીબીપીના જવાનો સાથે દિવાળી મનાવશે. નક્કી કાર્યક્રમ અનુસાર મોદી શનિવારે સવારે વાયુસેનાના સ્પેશ્યલ વિમાન એમઆઇ-17 હેલિકોપ્ટર દ્વારા દિલ્હીથી રવાના થશે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વડાપ્રધાન આ યાત્રાને ખુબ જ ગુપ્ત રાખવામાં આવી છે.

સૌથી પહેલા વડાપ્રધાન મોદી શનિવારે સવારે ભગવાન બદ્રીનાથના દર્શન કરશે. ત્યાર બાદ ત્યાંથી ઉતરાખંડના ચમોલી જિલ્લામાં ભારત – ચીન સરહદ પર માણામાં રહેલા આઇટીબીપીનાં જવાનો સાથે મુલાકાત કરશે. સાથે જ તેઓ જવાનોની સાથે દિવાળીનો તહેવાર પણ મનાવશે. વડાપ્રધાને આ મુલાકાતમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પણ તેમની સાથે રહેશે. મોદી સરહદ પર જવાનોની સાથે ચા નાસ્તો પણ કરશે.

અત્રે નોંધનીય છે કે, વડાપ્રધાન બન્યા બાદ આ ત્રીજો પ્રસંગ છે જ્યારે મોદી દેશના જવાનોની સાથે દિવાળીનો તહેવાર ઉજવશે. ગત્ત વર્ષે તેમણે અમૃતસરના ખાલસા ખાતે ડોગરાઇ વોર મેમોરિયલની મુલાકાત કરી હતી. 2014માં વડાપ્રધાને સિયાચીનમાં જવાનોની સાથે દિવાળી મનાવી હતી. સિયાચીન દુનિયાની સૌથી ઉંચાઇ પર આવેલી પોસ્ટ છે.

દરેક વખતની જેમ જ વડાપ્રધાનનાં આ કાર્યક્રમને વધારે હાઇલાઇટ નથી કરવામાં આવ્યો. સર્જિકલ સ્ટ્રાઇક બાદ હાલ ભારત પાકિસ્તાન સરહદ પર ત્રણેય સેનાઓ અને તમામ સુરક્ષા દળ ઓપરેશનલ મોડમાં છે. એવા સમયે વડાપ્રધાન કાર્યાલયે હાલ સેનાને કોઇ પણ પ્રકારની ખાસ વ્યવસ્થા નહી કરવા માટેની સુચના આપી છે.

You might also like