સરકારે દિકરીઓને કામકાજની જગ્યા પર સુરક્ષા આપવાનું કામ કર્યું: PM મોદી

રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે અમારી સરકાર મહિલાઓની પરેશાનીને દૂર કરવાનું કામ કરી રહી છે. પીએમ મોદીએ કહ્યું કે અમારી સરકારે નાઇટ શિફ્ટમાં કામ કરતી મહિલાઓને થઇ રહેલી પરેશાનીઓને દૂર કરવાની દિશામાં કામ કરી રહી છે.

તે સાથે કામકાજ દરમિયાન તેમને પૂરતી સુરક્ષા પ્રદાન કરવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ નિવેદનને દેશમાં સામે આવી રહેલા મી ટૂ મામલાના સમર્થન સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં દેશની અંદર મી ટૂ કેમ્પેઇન હેઠળ ઘણા પત્રકાર સહિત અનેક જાણીતી હસ્તીઓ વિરુધ્ધ યૌન શોષણનો આરોપ લગાવામાં આવી રહ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ નિવેદન પહેલા જ થોડા સમય અગાઉ જ મી ટૂ પર થઇ રહેલા યૌન શોષણની ફરિયાદ વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા એક સમિતિનું ગઠન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ પ્રધાન મેનકા ગાંધીએ #Me Too હેઠળ આ મામલાની તપાસ કરવા માટે એક સમિતિનું ગઠન કરવાની જાહેરાત કરી છે.

પીએમ મોદીએ માનવાધિકાર આયોગના કાર્યક્રમમાં કહ્યું કે માનવાધિકાર માત્ર સૂત્ર ન હોવું જોઇએ પરંતુ સંસ્કાર હોવું જોઇએ. લોક નીતિના આધારે હોવો જોઇએ. પીએમ મોદીએ કહ્યું બધાને કમાઇ, પઢાઇ, દવાઇ અને બધાની સુનાવણીના લક્ષ્યની સાથે અનેક કામ થયા છે.

You might also like