મોદી અાજે દુનિયાના સૌથી મોટા હેકાથોનને સંબોધશે

નવી દિલ્હી: અાજે દેશની વિવિધ મોટી સમસ્યાઅોના સમાધાન માટે દેશભરના ૧૦ હજારથી વધુ યુવા પ્રોગ્રામર ભેગા થશે તો તેમના વિચાર જાણવા અને તેમનો ઉત્સાહ વધારવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ અામાં ભાગ લઈ રહ્યા છે. દેશના અાવા પહેલા અને દુનિયાના સૌથી મોટા કાર્યક્રમ ‘સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન’ને વડા પ્રધાન વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધશે.

અા કાર્યક્રમ હેઠળ કેન્દ્ર સરકારના ૨૯ વિભાગ ભાગ લઈ રહ્યા છે. અા વિભાગોઅે પોતાના ક્ષેત્ર સંબંધિત વિવિધ સમસ્યાઅો જાણીને તેને અા હરીફાઈના વિષય તરીકે રાખ્યાં છે, તેમાં ખાસ કરીને િડજિટલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા અભિયાન પર જોર અપાયું છે.

અાજે સવારે શરૂ થયેલો પ્રોગ્રામ અાવતી કાલે રાત્રે ૮ વાગ્યા સુધી ચાલશે. દેશભરની ૨૬ અલગ અલગ જગ્યાઅો પર તેનું અાયોજન કરાયું છે. વડા પ્રધાન અાજે રાત્રે ૧૦ વાગ્યે તેમાં ભાગ લેનારા લોકોને સંબોધશે.  ફાઈનલ પરીક્ષાની તૈયારી માટે વિદ્યાર્થીઅોને અોનલાઈન શિક્ષણ પણ અપાયું છે. અા માટે ૨૦૦૦ જેટલા શિક્ષકોને કામે લગાવાયા હતા. અા ફાઈનલ ટક્કર દરમિયાન તમામ ટીમને ૩૬ કલાક માટે એક બંધ જગ્યા પર રહીને સમસ્યાનું ટેક‌િનકલ સમાધાન રજૂ કરવું પડશે.

તેની કમ્પ્યૂટર સોફ્ટવેર દ્વારા મોબાઈલ અેપ્લિકેશન તૈયાર કરવી પડશે. તેમના તરફથી વિકસાવાયેલી અેપ્લિકેશનનું અાકલન સંબંધિત મંત્રાલયના નિષ્ણાતો અને ટેક‌િનકલ નિષ્ણાતોની ટીમ કરશે, તેના અાધાર પર વિજેતા નક્કી થશે.

http://sambhaavnews.com/

You might also like