મિશન-2019: PM મોદીનો ‘ચા-નાસ્તા, ભોજન’નો મંત્ર

વારાણસી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી પ્રવાસના બીજા દિવસે પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓને મિશન-ર૦૧૯ માટે સફળતાનો મંત્ર આપ્યો છે. તેમણે મિશનની સફળતા માટે અત્યારથી એક થવાનો અને બૂથ સ્તર વિધાનસભા પ્રમાણે ટુકડીઓ બનાવીનેે પદયાત્રા કરી લોકોની વચ્ચે સંપર્ક વધારવાનું કહ્યું છે.

આ બેઠક દરમિયાન પીએમ મોદીએ કાર્યકર્તાઓને કહ્યું કે ઘરમાં બેસી રહેવાના બદલે એક ઘરમાં ચા, બીજા ઘરમાં નાસ્તો અને ત્રીજા ઘરમાં બપોરનું ભોજન કરો. પીએમએ કહ્યું દરેક પરિસ્થિતિમાં લોકોની સાથે ઊભા રહો અને લોકોના મનમાં વિશ્વાસ ઊભો કરો.

આ બેઠકમાં મોદીએ નવા મતદારોના નામને મતદાર યાદીમાં સામેલ કરવાના અભિયાન પર પણ ભાર મૂકયો. બેઠકમાં વડા પ્રધાને કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓના ફાયદા ગણાવ્યા અને સામાન્ય લોકો સુધી તમામ યોજનાઓની જાણકારી પહોંચાડવા પર પણ ભાર મૂકયો.

આ ઉપરાંત પીએમએ મહિલા કાર્યકર્તાઓને કહ્યું કે પરિવારમાં જઇને સંવાદ કરવાની સાથે સાથે તેમની સમસ્યાને સમજો અને તેનો ઉકેલ લાવવા પ્રયત્ન કરો. સૂત્રોના જણાવ્યા મુજબ બેઠકમાં કાર્યકર્તા અને પદાધિકારીઓ વારંવાર કહી રહ્યા હતા કે અમી પાર્ટી માટે ઘણું બધું કરીએ છીએ.

આ બાબતે મોદીનું વલણ સખત રહ્યું. પીએમએ વાતચીત દરમિયાન કહ્યું કે જે લોકો ઘણું બધું કામ કરવાની વાતો કરે છે તેમના માટે હવે ખરેખર અે સમય આવી ગયો છે જ્યારે તેઓ પોતાનું કામ બતાવી શકે.

વડા પ્રધાને કાર્યકર્તાઓને વારાણસીમાં આવતા વર્ષે ર૧થી ર૩ જાન્યુઆરી દરમિયાન યોજાનાર પ્રવાસી ભારતીય સંમેલનની તૈયારીમાં અત્યારથી જ જોડાવાનું આહવાન કર્યુ. તેમણે કહ્યું કે કાશીવાસી હોવાના નાતે
તમારી મહત્ત્વની જવાબદારી જવાબદારી એ છે કે મહેમાનોનું શાનદાર સ્વાગત કરવામાં આવે.

You might also like