મને મનમોહન જેવું ‘જ્ઞાન’ નથી, પરંતુ ગરીબ ખેડૂતોને નજીકથી જોયા છે: PM

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે રાજ્યસભામાં રાષ્ટ્રપતિ મુખર્જીના અભિભાષણ પર ચર્ચાનો જવાબ આપી રહ્યાં છે. મોદીએ કહ્યું, હું સદન ચાલવા દેવા માટે વિપક્ષનો આભાર વ્યક્ત કરું છું. તેમણે રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદને કહ્યું કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં 30 ટકા ટિકિટ અભણોને આપવામાં આવે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘ગુલાબ નબી આઝાદે ભોપાલ જઇને જોયું કે ગયા ગામમાં કોણ જનધન એકાઉન્ટથી વંચિત રહી ગયું, તે તેનું રેકોર્ડિંગ સુધી કરી લાવ્યા. વિપક્ષે આવું કરવું જોઇએ. તેમણે કેટલી મહેનત કરી છે. એટલી મહેનત જો સત્તામાં રહેતાં કરી હોત તો મારે મહેનત કરવાની જરૂર ન પડત.’

નરેન્દ્ર મોદીએ કહ્યું કે ‘2020 સુધી ખેડૂતોની આવક બમણી કેમ ન થાય? હું મનમોહન જેવો જ્ઞાની તો નથી, પરંતુ કેટલીક વસ્તુઓ જાણું છું. ગરીબોને નજીકથી જોયા છે અને જો યોગ્ય દિશામાં ચાલીશું તો સફળતા મળશે.’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં ભાષણ દરમિયાન કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર જોરદાર પ્રહાર કર્યા હતા. રાજ્યસભામાં પણ તેમણે કહ્યું કે દુનિયામાં તો વિવિધ પ્રકારના લોકો હોય છે, એક કામ કરે છે તો બીજો શ્રેય લે છે. જો કે સરકાર દ્વારા EPF કાઢવા પર ટેક્સની જાહેરાતને પરત લીધા બાદ રાહુલે કહ્યું હતું કે તેમના દબાણના લીધે સરકારે પોતાનું પગલું પરત ખેંચ્યું છે. પીએમે આગળ કહ્યું કે ‘તમે આમાંથી પ્રથમ પ્રકારના વ્યક્તિ બનવાનો પ્રયત્ન કરો કારણ કે તેમાં પ્રતિયોગિતા ખૂબ ઓછી છે. આ વાત ઇન્દીરાજીએ કહી હતી.’

પીએમ મોદીએ જાણીતા કવિ અને ગીતકાર નિદા ફાજલીની એક શાયરી વાંચી. તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતાં કહ્યું કે ‘સફર મેં ધૂપ તો હોગી, જો ચલ સકો તો ચલો…સભી હૈ ભીડ મેં, તુમ ભી નિકલ શકો તો ચલો…કિસી કે વાસ્તે રાહે કહાં બદલતી હૈ, તુમ અપને આપ કોઇ ખુદહી બદલ સકો તો ચલો…યહાં કોઇ કીસી કો કોઇ રાસ્તા નહી દેતા, મુજે ગિરા કર અગર તુમ સંભલ સકો તો ચલો..’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે 30 વર્ષ પહેલાં ગંગાની સફાઇનું કામ શરૂ થયું હતું પરંતુ નદી હજુ સુધી સાફ થઇ શકી નથી. તેમણે કહ્યું કે ‘સફાઇ શરૂ થયાના 30 વર્ષ બાદ પણ ગંગા ગંદી કેમ છે?

વડાપ્રધાને આ પહેલાં સંસદના નિચલા સદન લોકસભામાં પણ રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ દરમિયાન ભાષણ આપ્યું હતું. આ દરમિયાન તેમણે કોંગ્ર્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા.

વડાપ્રધાને કહ્યું કે બધા સભ્યોએ રાષ્ટ્રપતિની વાત સ્વિકારી અને રાષ્ટ્રપતિનું અભિભાષણ સર્વસંમતિથી પાસ થવું જોઇએ. તેમણે કહ્યું કે ગત વખતે હંગામાના લીધે સત્ર ચાલી ન શક્યું.

વડાપ્રધાને ફરી એકવાર પોતાના સ્વચ્છતા અભિયાન પર વાત કરી. તેમણે કહ્યું કે સરકારની ખેંચનાર મીડિયા પણ સ્વચ્છતા મિશનમાં ભાગીદાર બની છે. સ્વચ્છતાને દેશહિતનો કાર્યક્રમનો બનાવવાની જરૂરિયાત છે. તેમણે કહ્યું કે જન આંદોલનથી જ સ્વચ્છતા મિશનને પ્રાપ્ત કરી શકાય અને સ્વચ્છતા અભિયાનથી પર્યટનને પ્રોત્સાહન મળે છે. પીએમે કહ્યું કે લોકસભામાં પાસ થયેલા બીલોને બની શકે એટલા જલદી રાજ્યસભામાં મંજૂર કરાવવામાં આવે.

પીએમે કોંગ્રેસને ટાર્ગેટ બનાવતાં કહ્યું કે ‘મૃત્યુંને એક એવું વરદાન છે કે મૃત્યું ક્યારેય બદનામ થતું નથી., ક્યારે મૃત્યું પર આરોપ લાગતા નથી. કોઇ કેન્સરથી મરે છે, તો આરોપ કેન્સર પર લાગે છે, મૃત્યું પર નહી. કોઇ મોટી ઉંમરમાં મરે છે તો કહે છે મોટી ઉંમરના લીધે મૃત્યું થયું છે. ક્યારેક-ક્યારેક મને લાગે છે કે કોંગ્રેસની પાસે પણ એવું જ વરદાન છે. કહેવામાં આવે છે વિપક્ષ પર હુમલો થઇ રહ્યો છે પરંતુ એમ કહી ના શકાય કે કોંગ્રેસ પર પ્રહાર થઇ રહ્યાં છે.’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેમણે વર્ષોથી અટકી પડેલા પ્રોજેક્ટને ફરીથી શરૂ કર્યા. તેમણે કહ્યું ’10-20’ વર્ષોથી અમારા પ્રોજેક્ટ અટકેલા પડ્યા હતા પરંતુ કોઇએ જાણવાનો પ્રયત્ન ન કર્યો. પરંતુ મેં પાછલા દિવસોમાં લગભગ 300 પ્રોજેક્ટ જાતે રિન્યૂ કર્યા જેનો ખર્ચ લગભગ 15 લાખ કરોડ રૂપિયા છે.

You might also like