મોદીએ કર્યું દક્ષિણ એશિયાના સૌથી મોટા ભુમિગત બંદરનું ઉદ્ધાટન

નવી દિલ્હી : ભારત – બાંગ્લાદેશનાં સંબંધો વધારે ગાઢ બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમનાં સમકક્ષ શેખ હસીનાએ આજે પેટ્રોપોલ ઇન્ટીગ્રેટેડ ચેક પોસ્ટનું ઉદ્ધાટન કર્યું હતું. ઉદ્ધાટન વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ કોલકાતાથી ઉપસ્થિત રહ્યા હતા.

પેટ્રોપોલ – બેનાપોલ બંન્ને દેશોની સંયુક્ત સીમા પાર કરવા માટે છે. આ એકીકૃત ચેકપોસ્ટ (આઇસીપી)નું ઉદ્ધાટન ભારત – બાંગ્લાદેશનો વેપાર વધારવા માટે ઉઠાવવામાં આવેલું એક મહત્વનું પગલું છે. સરકારનાં અનુસાર ભારત – બાંગ્લાદેશની વચ્ચે 50 ટકા તરા વધારે વેપાર પેટ્રાપોલ દ્વારા થાય છે. સરકારનો દાવો છે કે 15000 કરોડ રૂપિયાથી વધારે મુલ્યનો વેપાર પેટ્રાપોલ દ્વારા થાય છે. જે અન્ય તમામ ભારતીય બંદરો અને ભુમિ સીમાશુલ્ક સ્ટેશનોથી વધારે છે. લગભગ 1લાખ 50 હજારથી વધારે ટ્રક આ પોસ્ટ પરથી પસાર થાય છે.

પેટ્રાપોલનો ઉદ્દેશ્ય સુરક્ષા, સીમા શુલ્ક વગેરે બાબતે સારી સુરક્ષા આપવા માટે છે. આ ભારત – બાંગ્લાદેશની સીમા પર બીજી આઇપીસી છે. સરકારનું કહેવું છેકેઆ દક્ષિણ એશિયાનું સૌથી મોટુ જમીની બંદર હશે.

ઉદ્ધાટન પ્રસંગે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આર્થિક વિકાસ અને કનેક્ટિવિટી એકબીજા સાથે ઘણા બારીકીથી જોડાયેલા છે. પેટ્રાપોલથી ભારત અને બાંગ્લાદેશની વચ્ચે મહત્તમ આર્થિક ઐક્ય અને કેન્કિવિટીને મદદ મળશે. વીડિયો કોન્ફરન્સિંગ દરમિયાન વડાપ્રધાન મોદીએ હાલમાં જ થયેલા ઢાકા હૂમલા અંગે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે આતંકવાદ મુદ્દે ભારત હંમેશા બાંગ્લાદેશની સાથે ઉભું છે.

You might also like