PM મોદીના ઝંઝાવતી પ્રચારના આજથી શ્રીગણેશ, ભુજ-જસદણ-ધારી અને કામરેજ સભાઓ ગજવશે

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને હવે ગણતરીના દિવસે બાકી રહ્યા છે ત્યારે ગુજરાતની ચોતરફ કોંગ્રેસ વિરુધ્ધ હલ્લાબોલ કરી ભાજપની વાત જનજન સુધી પહોંચાડવા ભાજપ દ્વારા સ્ટાર પ્રચારકો ઉતારવામાં આવી રહ્યાં છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતમાં ભૂજ ખાતેથી પોતાના ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતાના મઢ ખાતે દર્શન કરી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે.

પીએમ નરેન્દ્ર મોદી ભૂજથી જસદ અને અને ધારી ખાતે જનસભાને સંબોધન કરશે. ત્યારબાદ બપોર પછી સુરતના કામરેજમાં ચૂંટણીલક્ષી રેલીને સંબોધન કરશે. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી પરત ફરશે. ત્યારબાદ વડાપ્રધાન 29મીએ ફરી ગુજરાતમાં ચૂંટણીલક્ષી જનસભાઓને સંબોધન કરશે.

You might also like