ભારત-બાંગ્લાદેશ વચ્ચેની મિત્રતા પાઇપલાઇન અને રેલ્વે પ્રોજેક્ટનું PM મોદીએ કર્યું ઉદ્ધાટન

728_90

ન્યૂ દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશની PM શેખ હસીનાએ મંગળવારનાં રોજ સંયુક્ત રૂપથી ભારત-બાંગ્લાદેશ મિત્રતા પાઇપલાઇન અને ઢાકા-ટોંગી-જોયદેબપુર રેલ્વે પ્રોજેક્ટનું ઉદ્ધાટન કર્યું. આ અવસર પર PM મોદીએ કહ્યું કે, આ પૂરી દુનિયાને રાહ દેખાડવાની શરૂઆત છે. આ પ્રોજેક્ટથી એવું સ્પષ્ટ થઇ ગયું છે કે જો બે પાડોશી દેશ એકબીજાને મળીને કામ કરવા ઇચ્છે તો તે એકબીજાને કેવા પ્રકારનો સાથ આપી શકે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇ-તકનીકીથી બંને પ્રોજેક્ટનું ઉદ્ધાટન કર્યું અને બંને દેશનાં લોકોને સંબોધિત કરતા કહ્યું કે આ મદદ એક વ્યાપારિક લેણદેણ નથી, પરંતુ બંને દેશોની સંસ્કૃતિમાં જ એકબીજાની મદદ કરવાનો સ્વભાવ છે. તેએ કહ્યું કે, દુઃખ સુખમાં એકબીજાનો સાથ આપવો આપણા દરેકની પારિવારિક સંસ્કૃતિ છે. ભારત-બાંગ્લાદેશનાં આ અબાધ સંબંધોની કિંમત પર આજે બંને દેશો એટલા નજીક આવેલા ઉભા છે.

PMએ કહ્યું કે, બંને દેશોએ એ દેખાડી દીધું કે સીમા વિવાદ જેવાં જટિલ મામલો હોય અથવા વિકાસનાં મામલે એમ બંને દેશો એકબીજાનો સાથ આપતા આગળ વધી શકે છે. તેઓએ કહ્યું કે, આ પાઇપલાઇન બંને દેશોનાં સંબંધોને અને મજબૂત કરવાનું કામ કરશે.

કોઇ પણ દેશનાં વિકાસને માટે ઉર્જા પહેલી આવશ્યકતા હોય છે જેથી તેઓને એવો વિશ્વાસ છે કે આ પાઇપલાઇન બાંગ્લાદેશનાં વિકાસ માટે નવા દ્વાર ખોલશે. PMનાં જણાવ્યા અનુસાર આ પાઇપલાઇન ભારતનાં વિશેષ સહયોગથી બનાવવામાં આવી રહી છે પરંતુ આને સંપૂર્ણ થયા બાદ આને બાંગ્લાદેશ અને તેનાં નાગરિકોને સોંપી દેવામાં આવશે.

પ્રધાનમંત્રીએ આશા એવી વ્યક્ત કરી છે કે રેલ્વે પ્રોજેક્ટનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. તે પૂર્ણ થવા બાદ સામાન્ય બાંગ્લાદેશીનાં જીવનમાં પરિવર્તન આવશે. લોકોને આવવા માટે ઉત્તમ યાતાયાતની સુવિધા મળી જશે. આ સિવાય આ રેલ્વે માર્ગે વ્યાપારિક લેણદેણને પણ પ્રોત્સાહન મળશે.

You might also like
728_90