બંગાળમાં હસીનાને મળશે PM, કોઈને કાંટો નહીં બનવા દે મમતા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના અને પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી આ મહિનાની 25 તારીખે શાંતિ નિકેતનમાં એક સાથે હાજર થશે. અને એ તક હશે બાંગ્લાદેશ ભવન ટૈગોર સંગ્રહાલયના ઉદ્દધાટનની. અહીં સરકારી અધિકારીઓએ આ વાતની ખાતરી કરી છે. આ ત્રણે નેતા રવિન્દ્રનાથ ટૈગોર અને કાજી નજરૂલના નામ પર સ્થાપિત બે વિશ્વવિધાલયોની પણ મુલાકાત લેશે.

25 મે ના થશે બાંગ્લાદેશ ભવન ટૈગોર સંગ્રહાલયનું ઉદ્ધઘાટન

સરકારી સુત્રોએ કહ્યુ છે કે હમણા તીસ્તા નદીના પાણીના મુદ્દા પર મમતા અને હસીના કાં તો રોહિંગ્યા સંકટ ના મુદ્દા પર મોદી અને હસીના વચ્ચે કોઈ બેઠકનો કાર્યાક્રમ નક્કી નથી. મમતા તીસ્તાના પાણીની વહેંચણી પર પ્રસ્તાવિત સમજોતા નો વિરોધ કરતી રહી છે. જે આ મામલે બાંગ્લાદેશને વધુ પાણી આપવાના પક્ષમાં નથી. આ કરાર બંન્ને દેશોના અરસપરસ સંબંધોમાં સૌથી મોટો કાંટો બનેલો છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે, મમતા અને હસીના વચ્ચે એક બેઠક આયોજિત કરવાના પ્રયાસ ચાલુ છે, ઉલ્લેખનિય છે કે બંન્ને નેતા કાજી નજરૂલ વિશ્વવિદ્યાલયમાં પણ સાથે રહેશે. જ્યાં હસીનાને માનદ ડાક્ટરેટની ઉપાધી થી સન્માનિત કરવામાં આવશે. પ્રધાનમંત્રી મોદી અને હસીના શાંતિ નિકેતનના દીક્ષાંત સમારોહમાં પણ હાજરી આપશે.

You might also like