પ્રોટોકોલ તોડી શેખ હસીનાને એકલા જ લેવા ગયા પીએમ મોદી

નવી દિલ્હીઃ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના આજથી ચાર દિવસ માટે ભારતના પ્રવાસે આવી રહ્યાં છે. જેઓ દિલ્હી પહોંચી ગયા છે. સાત વર્ષના લાંબા અંતર બાદ હસીના ભારત આવ્યા છે. ત્યારે હસીનના સ્વાગત માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાતે જ ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પહોંચ્યા છે.

ખાસ વાત એ છે કે પીએમ મોદીએ પ્રોટોકલ તોડીને હસીનાનું સ્વાગત કરવા માટે એરપોર્ટ પહોંચ્યા છે. સૂત્રોએ જણાવ્યું છે કે બાંગ્લાદેશ પીએમ હસીનાનીને લેવા જવા માટે પીએમ મોદી સામાન્ય નાગરિકની જેમ સામાન્ય ટ્રાફિકમાં ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશલ એરપોર્ટ પહોંચ્યા હતા. પીએમની ગાડી પસાર થઇ તે એક પણ રસ્તાઓને રોકવામાં આવ્યાં ન હતા.  આ અંગે કોઇ પણ માહિતી કોઇને આપવામાં આવી ન હતી.

રસપ્રદ વાત તો એ છે કે એરપોર્ટ પહોંચવા સુધી પીએમ મોદી સાથે માત્ર ડ્રાઇવર અને એસપીજી ઓફિસર જ હતા. એક જ ગાડીમાં તેઓ એરપોર્ટ ગયા હતા. તેમની સાથે કોઇ જ કાફલો ન હતો. શનિવારે મોદી અને હસીના વચ્ચે વિસ્તૃત ચર્ચા થશે. જ્યારે ભારત અને બાંગ્લાદેશના સૈન્ય આપૂર્તિ માટે 50 કરોડ ડોલરનું ઋણ આપવાની જાહેરાત કરી છે. આ પ્રવાસ દરમ્યાન 25 દ્વિપક્ષીય સમજુતી પર હસ્તાક્ષર પણ થશે.

http://sambhaavnews.com/

You might also like