Categories: India

PMનો આદેશ, BJP- MLAs અને MPs બેંક ખાતાની તમામ માહિતી આપવા આદેશ

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બીજેપીના સાંસદો અને ધારાસભ્યો પાસેથી તેમના ખાતામાં થયેલી લેવડદેવની તમામ માહિતી માંગી છે. પીએમએ સંસદમાં બીજેપી પાર્લિયામેન્ટ્રી પાર્ટીની મીટિંગમાં જણાવ્યું હતું કે બીજેપીના તમામ સાંસદો અને ધારાસભ્યો 8 નવેમ્બરથી 31 ડિસેમ્બર સુધી તેમના ખાતાઓમાં થઇ રહેલી લેવડદેવડની ડિટેલ પાર્ટી પ્રેસિડન્ટ અમિત શાહને સોપ. આજે સંસદની કાર્યવાહી ખોરવાઇ હતી. 11 વાગે કાર્યવાહી શરૂ થતા જ લોકસભા- રાજ્યસભામાં વિપક્ષે હોબાળો કર્યો હતો. ત્યાર બાદ કાર્યવાહી એક કલાક માટે સ્થગિત કરી દેવામાં આવી હતી.

શિયાળુ સત્રની શરૂઆત 16 નવેમ્બરથી શરૂ થઇ છે. પરંતુ અત્યાર સુધી બંને સદનમાં સામાન્ય રૂપે કાર્યવાહી થઇ શકી નથી. વિપક્ષ પાર્ટીઓ બંને સદનમાં નોટબંદીને પગલે હોબાળો મચાવી રહી છે. રાજ્યસભામાં નોટબંદી પર ચર્ચા શરૂ થઇ ગઇ છે. પરંતુ વિપક્ષ પીએમ મોદીની હાજરી અંગે માંગ કરી રહ્યું છે . ગત સપ્તાહે મોદી એક કલાક માટે સદનમાં ગયા હતા. પરંતુ વિપક્ષની માંગ છે કે મોદી આખા દિવસની પ્રક્રિયામાં ત્યાં હાજર રહે. તો લોકસભામાં એવી માંગણી થઇ રહી છે કે ચર્ચા વોટિંગ વાળા નિયમથી થાય. તો આ તરફ સરકાર બંને સદનમાં ચર્ચા માટે તૈયાર છે. પરંતુ તેઓ ચર્ચા કોઇ પણ પ્રકારની શરત વગર કરવા માટે છે. આ પહેલાં અરૂણ જેટલીએ જણાવ્યું હતું કે પીએમ મોદી રાજ્યસભામાં આ મુદ્દે નિવેદન ચોક્કસથી આપશે.

visit: sambhaavnews.com

 

Navin Sharma

Recent Posts

દેશદ્રોહના કેસમાં જેએનયુના કનૈયાકુમાર, ઉમર સહિત નવ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ

નવી દિલ્હી: જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ)માં ૯ ફેબ્રુઆરી, ર૦૧૬ના રોજ લગાવવામાં આવેલા દેશવિરોધી સૂત્રોચ્ચાર અને નારાબાજીના કેસમાં દિલ્હી પોલીસના સ્પેશિયલ…

20 hours ago

મહાનિર્વાણી-અટલ અખાડાના શાહીસ્નાન સાથે બ્રાહ્મમુહૂર્તમાં કુંભમેળાનો ભવ્ય પ્રારંભ

પ્રયાગરાજ: તીર્થરાજ પ્રયાગમાં ૪૯ દિવસ માટે ચાલનારા કુંભમેળાનો આજે સવારે બ્રાહ્મમુહૂર્તમાં ભવ્ય પ્રારંભ થયો છે. ગંગા નદીના સંગમતટ પર શ્રી…

20 hours ago

કર્ણાટક ભાજપના ધારાસભ્યોના ગુરગ્રામમાં ધામા, કોંગ્રેસ-જેડીયુના ૧૩ MLA ગાયબ

બેંગલુરુ: વિધાનસભા ચૂંટણીના લગભગ સાત મહિના બાદ કર્ણાટકમાં ફરી એક વખત સત્તાનું નાટક શરૂ થઈ ગયું છે. રાજ્યમાં સત્તારૂઢ કોંગ્રેસ-જેડીએસ…

20 hours ago

દુબઈના શાસકની ગુમ પુત્રીને સોંપવાના બદલામાં ભારતને મળ્યો મિશેલઃ રિપોર્ટ

લંડન: અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર સોદાના આરોપી ક્રિિશ્ચયન મિશેલના પ્રત્યર્પણની અવેજીમાં ભારતે સંયુક્ત આરબ અમિરાતના શાસકને તેમની ગુમ થયેલી પુત્રી સોંપવી…

20 hours ago

ખોટા રન-વેના કારણે ઈરાનમાં સેનાનું કાર્ગો પ્લેન ક્રેશ થયુંઃ 15નાં મોત

તહેરાન: ઈરાનની રાજધાની તહેરાન પાસે સેનાનું એક કાર્ગો પ્લેન ક્રેશ થઈ ગયું હતું. આ વિમાનમાં લગભગ ૧૦ લોકો સવાર હતા.…

20 hours ago

કમુરતાં પૂરાંઃ આજથી હવે લગ્નની સિઝન પુરબહારમાં

અમદાવાદ: હિંદુ સમુદાયમાં લગ્ન સહિતનાં શુભ કાર્ય માટે વર્જિત ગણવામાં આવતાં કમુરતાં ગઇ કાલે ૧૪ જાન્યુઆરીએ હવે પૂરાં થયાં છે.…

20 hours ago