વડાપ્રધાનની સતર્કતાથી બચ્યો કેમેરામેનનો જીવ

અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સતર્કતાનાં કારણે આજે દુરદર્શનનાં કેમેરામેનનો જીવ બચી ગયો હતો. વાત જાણે એમ બની કે જામનગરનાં આજી ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. પાણીનું વહેણ તે સ્થળ પરથી જ પસાર થવાનું હતું જ્યાં દુરદર્શનનો કેમેરામેન કવરેજ કરવા માટે પોતાનો કેમેરો અને ટ્રાઇપોડ સાથે ઉભો હતો.

ડેમ ખુલતાની સાથે જ પાણીનો ધસમસતો પ્રવાહ આવવા લાગ્યો હતો. જો કે મોદીની સતર્કતાનાં કારણે તેઓએ દુરદર્શનનાં કેમેરામેનને તે સ્થળેથી હટી જવા માટે કહ્યું હતું. તુરંત જ કેમેરામેન તે સ્થળેથી હટી ગયો હતો. કેમેરામેન હટ્યાની સેકન્ડમાં જ પાણી પોતાનાં પ્રવાહ સાથે તે સ્થળ પર ફ રી વળ્યું હતું. આ પાણીમાં કેમેરો અને તેનું સ્ટેન્ડ તણાયા હતા. જો કે કેમેરા અને સ્ટેન્ડે પછીથી પાણીમાંથી બહાર કાઢી લેવાયા હતા.

ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, સમારંભમાં આ સંવેદનશીલ ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે આ પ્રકારનાં કાર્યક્રમોમાં પણ મોદીની તમામ બાબતો પર નજર હોય છે. જો મોદીએ તે કેમેરામેનને હટવાનું ન જણાવ્યું હોત અથવા સતર્ક ન કર્યો હોત તો તેની સાથે દુર્ઘટનાં ઘટી હોત. જ્યારે કવરેજનાં ચક્કરમાં કેમેરામેનને પોતાનાં પર રહેલા ખતરાનો અંદાજ નહોતો. જો કે મોદીએ તાળી વગાડીને પોતાનાં બંન્ને હાથ હલાવીને મીડિયાનાં લોકોને સતર્ક કર્યા હતા.

તસ્વીરો પરથી સ્પષ્ટ થાય છેકે પાણીનું વહેણમાં દુરદર્શનનો કેમેરો ફસાયેલો છે. જો કે વડાપ્રધાનની સતર્કતાનાં કારણે કેમેરામેન સુરક્ષીત રીતે બહાર નિકળી ગયો હતો. જેનાં કારણે એકમોટી દુર્ઘટનાં ટળી ગઇ હતી.

You might also like