શ્રીલંકામાં મારી બીજી યાત્રા બંન્ને દેશો વચ્ચેનાં મજબૂત સંબંધોનું પ્રતિક : મોદી

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજથી ચાલુ થનારી શ્રીલંકાની યાત્રા બંન્ને દેશોની વચ્ચે મજબૂત સંબંધોનું એક પ્રતિક છે. આ બૌદ્ધ ધર્મની સંયુક્ત વિરાસદને સામે લાવે છે. આ દિવસીય યાત્રા દરમિયાન તેઓ બૌદ્ધ ધર્મનાં અનુયાયાઓનાં સૌથી મોટા ઉત્સવ આંતરરાષ્ટ્રીય બૈસાખ દિવસનો સમારોહમાં ભાગ લેશે.

ભારતીય સહયોગથી બનેલી હોસ્પિટલનું ઉદ્ધાટન કરશે અને ભારતીય મુળનાં તમિલ સમુદાયને સંબોધિત કરશે. આ ઉપરાંત ઘણા અન્ય કાર્યક્રમોમાં તેઓ ભાગ લેશે. તેમણે શ્રીલંકાની યાત્રા અગાઉ ફેસબુક પર એક પોસ્ટમાં જણાવ્યું કે 2 વર્ષોમાં ત્યાની મારી બીજી દ્વિપક્ષીય યાત્રા હશે જે અમારા મજબુદ સંબંધોનો સંકેત છે.

મોદીએ લખ્યું કે મારી યાત્રા દરમિયાન કોલંબોમાં 12મેનાં રોજ આંતરરાષ્ટ્રીય બેસાખ સમારોહમાં ભાગ લઇશ. જ્યાં બૌદ્ધ ધાર્મિક નેતાઓ, વિદ્ધાવનો અને ધર્મ શાસ્ત્રીઓ સાથે ચર્ચા કરીશ. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરીસેના અને વડાપ્રધાન રનિલ વિક્રમસિંઘે સાથે આ સમારંભમાં ભાગ લેવો તેમનાં માટે સન્માનની વાત છે.

મોદીએ ક્યું કે, 2015માં તેમની ગત્ત યાત્રામાં તેમને સદિયોથી બૌદ્ધ ધર્મનાં મહત્વનાં કેન્દ્ર અને યૂનેસ્કોનાં વિશ્વ વિરાસત સ્થળ અનુરાધાપુર જવાની તક મળી હતી. તેમણે કહ્યું કે આ વખતે મને કેન્ડીમાંથ્રી દલાદા મલિગવા પવિત્ર સ્થાન પર પ્રાર્થનાં કરવાની તક મળશે.

You might also like