હું વડાપ્રધાન હોત તો જેટલીની હકાલપટ્ટી કરી દીધી હોત : કેજરી

નવી દિલ્હી : દિલ્હીનાં મુખ્યમંત્રી કેજરીવાલે બુધવારે ટ્વિટ કરીને લખ્યું હતું કે જો હું વડાપ્રધાન મોદીની જગ્યાએ હોત તો જેટલીનું ક્યારનું રાજીનામું લઇ લીધું હોત. થોડા સમય બાદ ફરીથી ટ્વીટ કરીને તેમણે સલાહ આપી કે રમત ગમતની તમામ સંસ્થાઓમાંથી રાજકારણીઓની ભુમિકાનો અંત આવવો જોઇએ. સારૂ રહેશે કે રમત ગમતની સંસ્થાઓ ચલાવવા માટે પ્રોફેશ્નલ લોકો દ્વારા જ કામ કરાવવામાં આવે. ડીડીસીએમાં ગોટાળાનાં મુદ્દે જેટલી અને દિલ્હીનાં મુખ્યમંત્રી કેજરીવાલ વચ્ચે છેલ્લા લાંબા સમયથી શાબ્દિક ટપાટપી ચાલી રહી છે.
અગાઉ મંગળવારે વિધાનસભામાં તેમણે કહ્યું હતું કે જેટલીએ મને કાયદાકીય નોટિસ મોકલી છે. જો કે હું તેની નોટિસથી ગભરાતો નથી. જ્યારે મારા વકીલો તેને સવાલ કરશે કોર્ટમાં ત્યારે જેટલીને જવાબ આપતા પરસેવો ઉતરી જશે. કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ શાબ્તિક શસ્ત્ર ઉગામ્યું હતું. તેણે કહ્યું કે મોદી કહેતા હતા કે ન ખાઇશ અને ન તો ખાવા દઇશ. હવે સ્થિતી એવી છે કે ન કામ કરીશ ન તો કરવા દઇશ.

You might also like