પીએમ મોદીએ સીબીએસઇ ચીફ માટે સ્મૃતિ ઇરાનીની પસંદને કહી ‘ના’

નવી દિલ્હી: સ્મૃતિ ઇરાની પાસેથી માનવ સંસાઘન વિકાસ છીનવાઇ ગયાને હજુ એક સપ્તાહ જ થયું છે ને પીએમ મોદીએ એક વધારે ઝટકો ઇરાનીને આપી દીધો છે. હકીકતમાં સ્મૃતિએ CBSE ચેરમેન તરીકે ડો. સવેન્દ્ર વિક્રમ બહાદુર સિંહનું નામ પ્રસ્તાવમાં કહ્યું હતું. પરંતુ નરેન્દ્ર મોદીએ આ પ્રસ્તાવને નકારી દીધો છે.

સવેન્દ્ર વિક્રમ બહાદુર સિંહને સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશનના ચેરમેન નહીં બનાવવાનો નિર્ણય નિયુક્તિ કરનારી સમિતિએ લીધો હતો. આ કમિટીનો બધા મોટા નિરણય લેવાનો અધિકાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે છે.

મંગળવારે કાર્મિક વિભાગના એચઆરડીને એક નોટીસ મોકલી હતી. જેમાં લખ્યું હતું કે ACC તરફથી કહેવામાં આવ્યું છે કે આ પોસ્ટને સેન્ટ્રલ સ્ટાફિંગ સ્કીમ હેઠળ ભરવામાં આવશે.

આ પહેલી વખત થયું નથી કે સ્મૃતિ ઇરાનીની પસંદ પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યો હોય. આ પહેલા ઓગસ્ટ 2015માં સ્મૃતિ સતબીર બેદીને સીબીએસઇના ચેરમેન બનાવવા માંગતી હતી પરંતુ તેમનું નામ પણ મંજૂર થયું નહતું. કમિટીએ કહ્યું હતું કે સતબીરની પાસે ત્રણ વર્ષનો અનુભવ નથી. નોંધનીય છે કે સીબીએસઇ ચેરમેનનું પદ ડિસેમ્બર 2014થી ખાલી પડ્યું છે. આ પદ માટે જોઇન્ટ સેક્રેટરી રેકનો કોઇ અધિકારી જોઇએ. જેની પાસે શૈક્ષિક પ્રશાસનનો ત્રણ વર્ષનો અનુભવ પણ હોવો જોઇએ.

You might also like