PM મોદી અમેરિકા પહોંચ્યા, ટ્રમ્પ સાથેની કેટલીક અગત્યની 10 વાતો

લિસ્બન: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દેશોની પોતાની યાત્રાના પહેલા ચરણમાં પોર્ટુગલની મુલાકાત લીધા પછી પોર્ટુગલના વડાપ્રધાન સાથે મુલાકાત કરીને હવે અમેરિકા પહોંચ્યા છે. વડાપ્રધાન મોદી વૉશિંગ્ટન પહોંચ્યા છે.

જ્યાં તેઓ થોડોક સમય આરામ કરશે અને પછી અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. વડાપ્રધાન મોદી અમેરિકા પહોંચ્યાં તે પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સ્વાગતમાં એક ટ્વિટ કરી જેમાં પીએમ મોદીને સાચા મિત્ર ગણાવ્યાં.

PM મોદી 26 જૂનના રોજ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળશે. આ દરમિયાન તેઓ દિગ્ગજ અમેરિકી કંપનીઓના CEO સાથે મુલાકાત કરશે અને ભારતીય સમુદાયના લોકોને સંબોધન પણ કરશે.

શિડ્યુલ મુજબ વોશિંગ્ટનમાં ભારતીય રાજદૂત નવતેજ સરના એક કાર્યક્રમની મિજબાની કરશે જેમાં ભારતીય સમુદાયના લગભગ 600 નેતાઓ સામેલ થશે. 27 જૂનના રોજ તેઓ નેધરલેન્ડ જવા રવાના થઈ જશે.

PM મોદીની ટ્રમ્પ સાથેની મુલાકાતની મહત્વની 10 વાતોઃ-

ભારત અને અમેરિકાની વચ્ચે રક્ષા અને ઉર્જા સબંધિત મામલાને મજબૂત કરવા એ તેમની વચ્ચેની વાતચીતનો સૌથી મહત્વનો મુદ્દો હશે. PM મોદીએ પોતાની યાત્રાનાં પહેલાં ટ્રમ્પનાં વહીવટ સાથે મલ્ટીસ્તર અને વિશાળ ભાગીદારી બનાવવા માટે દૂરદ્રષ્ટિવાળો અભિગમ સ્થાપિત કરવાની ઇચ્છા જાહેર કરી હતી.

ફોન ઉપર એક-બીજાં સાથે ત્રણ વાર વાતચીત કરેલ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તથા PM મોદીની વચ્ચે સોમવારે પહેલી વાર મુલાકાત થશે. તેમની વચ્ચેની વાતચીતમાં ત્રણ મુદ્દા પર ખાસ ધ્યાન આપવાનું દર્શાવાઇ રહ્યું છે. જે ત્રણ મુદ્દા છેઃ રક્ષા, આતંકવાદ અને ઉર્જા

લગભગ બંને નેતાઓ એકબીજાં સાથે લગભગ પાંચ કલાક વાત કરશે એવું સૂત્રો દ્વારા જણાય છે. સૌથી પહેલાં બે નેતાઓ વચ્ચે મુલાકાત થશે અને પછી પ્રતિનિધિમંડળ સ્તરની બેઠકોમાં કોકટેલ પાર્ટીનાં સમયે અને વ્હાઇટ હાઉસમાં આયોજિત રાત્રીભોજનમાં પણ બે નેતાઓ એકબીજાં સાથે સમય વિતાવશે.

ડોનાલ્ડ ટ્રમ્પનાં રાષ્ટ્રપતિ થયાં બાદ વિદેશી નેતા માટે વ્હાઇટ હાઉસમાં આયોજિત થનાર આ રાત્રિનું પહેલું ભોજન હશે.

અમેરિકા દ્વારા ભારતીય નૌ-સોનાને 22 ગાર્ડિયન બિન-હથિયારધારી ડ્રોન વિમાનોનાં વેચાણને મંજૂરી આપવી એ આ યાત્રાનો ખાસ ઉદ્દેશ છે કેમ કે આ કરાર ઘણાં વર્ષોથી અટકી ગયેલ હતો. 2-3 અરબ અમેરિકી ડોલરનો આ કરાર એ વાતનું પ્રૂફ હશે કે અમેરિકાનાં માટે ભારત “સૌથી મોટા ડિફેન્સ ભાગીદાર” હશે. જ્યારે અમેરિકા પહેલેથી જ ભારતનાં માટે હથિયાર સપ્લાય કરનાર છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત દરમ્યાન અમેરિકાનાં રાષ્ટ્રપતિ દ્વારા ઉર્જા સબંધિત મામલા પર વધુ ભાર અપાય તેવું લાગે છે અને સંજોગોવસાહત આ યાત્રા એ સમયે થઇ રહી છે કે જ્યારે અમેરિકામાં ઉર્જા સપ્તાહ મનાવાઇ રહ્યો છે. વ્હાઇટ હાઉસનાં ઓફિસરોનાં કહેવાં મુજબ ભારતીય ઉર્જા કંપનીઓએ અરબ અમેરિકી ડોલરનાં લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસનાં કરાર પર સાઇન કરેલ છે.

બંને નેતાઓ પોતાની બંને વાર્તાઓને ધ્યાનમાં રાખી નિવેદન રજૂ કરશે પરંતુ જલવાયુ પરિવર્તન, પેરિસની સમજૂતિ તથા ઇમીગ્રેશન નિયંત્રણનાં મુદ્દાઓ પર અલગ-અલગ વિચાર મુકવાવાળા બંને નેતાઓએ પત્રકારનાં સવાલ-જવાબ પર ધ્યાન આપેલ છે.

ત્રણ દેશોની વિદેશ યાત્રા સમયે અમેરિકા ગયેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યાત્રામાં સૌથી પહેલાં દુનિયાની મોટી કંપનીઓનાં મુખ્ય કાર્યકારી અધિકારીઓની સાથે વિચારણા સત્રમાં વિશેષ મુદ્દાઓ પર ચર્ચા કરશે. 200 વર્ષ જૂની હોટલમાં આયોજિત થવાં જઇ રહેલ આ સત્રમાં એમેઝોનનાં પ્રમુખ જેફ બેજોસ, એપ્પલનાં ટીમ કુક, માઇક્રોસોફ્ટનાં સત્યા નડેલા અને ગૂગલનાં સુંદર પિચાઇ પણ આમાં સામેલ થશે એવી સંભાવના છે.

એવું મનાઇ રહ્યું છે કે પ્રધાનમંત્રી આ CEOને એ નિર્ણયો પર જાણકારી આપશે કે જે એમની સરકારે રોકાણને પ્રોત્સાહિત કરવા તથા પ્રક્રિયાઓને સરળ બનાવવા માટેનાં નિર્ણયો ભારતમાં લેવાયા છે. જેમાં કરપ્રણાલી GST પણ સામેલ છે કે જે 1લી જુલાઇએ અમલમાં આવશે.

આ તમામ કાર્યક્રમ બાદ તેઓ સૌથી નજીક વર્જીનિયાનાં એક એરિયામાં આયોજિત સ્વાગત ભોજનમાં ભારતીય સમુદાયનાં લોકોને મળશે. એવું કહેવાય છે કે લગભગ 40 લાખ ભારતીય અમેરિકામાં વસે છે અને લગભગ 1,66,000 ભારતીય વિદ્યાર્થીઓ અહીં આભ્યાસ પણ કરી રહ્યાં છે.

You might also like