મોદી ફ્રાન્સ પહોંચ્યાઃ રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોની મુલાકાત લેશે

પેરિસઃ વડા પ્રધાન મોદી ગઈ કાલે રશિયાની યાત્રા પૂરી કરીને આજે ફ્રાન્સ પહોંચી ગયા છે. ચાર દેશના પ્રવાસના અંતિમ તબકકામાં મોદી ફ્રાન્સની મુલાકાતે ગયા છે. જેમાં નવા રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોની તેઓ મુલાકાત લેશે. જેમાં બંને દેશો વચ્ચે વિવિધ મુદા પર ચર્ચા વિચારણા કરવામાં આવશે.

મોદીની ફ્રાન્સની યાત્રાને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ફ્રાન્સ સંરક્ષણ, અંતરિક્ષ, પરમાણુ અને ઊર્જા નવીનીકરણ, શહેરી વિકાસ અને રેલવે ક્ષેત્રમાં ભારતનો નવમો સૌથી મોટો રોકાણકાર દેશ છે. ત્યારે આ બંને નેતા વચ્ચે આ મુદાઓ પર વાતચીત થશે. તેમજ મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે આતંકવાદ, એનએસજીમાં ભારતની સદસ્યતા અને કલાઈમેટ ચેઈન્જને લગતા મુદા પર પણ ચર્ચા કરશે. મોદીએ તેમની રશિયા યાત્રા દરમિયાન રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની મુલાકાત લીધી હતી. તેમજ તેઓએ ત્યાં ઈન્ટરનેશનલ ઈકોનોમિક ફોરમમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે જર્મની અને સ્પેનની પણ મુલાકાત લીધી હતી.

આ પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાન્સવા ઓલાંદ ગણતંત્ર દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપવા ભારત આવ્યા હતા. તે વખતે બંને દેશ વચ્ચે 36 ફ્રાન્સિસી રાફેલ વિમાનની ખરીદી માટે એમઓયુ સહિત 30 સમજૂતિ પર કરાર થયા હતા. બંને નેતાઓ વચ્ચેની વાતચીતમાં આંતકવાદ વિરોધી કાર્યવાહી, સુરક્ષા, અસૈન્ય પરમાણુ ઊર્જા અને વિકાસમાં સહયોગ વધારવાના ઉપાયો અંગે ચર્ચા થઈ હતી.

http://sambhaavnews.com/

You might also like