ગુજરાતના લોકો માટે પાણી જ સર્વસ્વ છે: PM મોદી

બોટાદ: પીએમ મોદી હેલિકોપ્ટર દ્વારા બોટાદ પહોંચી ગયા છે. હેલિપેડ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ ભાજપના અગ્રણીઓ દ્વારા પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું છે. પીએમ મોદી સૌની યોજનાની લિંક 2નું લોકાર્પણ કર્યું. લોકાર્પણ બાદ પીએમ મોદી અહીંયા જાહેરસભા સંબોધન કરશે.

પાણીનો બચાવ કરવા માટે સૌની યોજના બનાવવામાં આવી છે. મોદીએ સૌની યોજનાનું નિરીક્ષણ કર્યું. મોદીએ પુષ્પ અર્પણ કરીને નર્મદા નદીના પાણીનું પૂજન કર્યું. કૃષ્ણસાગર તળાવામાં નર્મદાના નીર ઠલવાયા. આ પ્રસંગે સિંચાઇ મંત્રી નાનુભાઇ વાનાણી પણ હાજર રહ્યા હતા.

આગામી બે વર્ષમાં આદિવાસી વિસ્તારમાં પાણી પહોંચાડાશે. સભા સ્થળ પર મોદી મોદીના નારા લાગ્યા. સભા સ્થળે મોટી સંખ્યા જનમેદની ઊમટી પડી.

PM મોદીનું જનસભાને સંબોધન
– મોદીએ જનમેદનીને પૂછ્યું, કેમ છો? કહીને સંબોધનની શરૂઆત કરી
– જવાબ તો આપો અલ્યા, મજામાં છો, પાક્કુ?
– ભાજપ માટે બોટાદ તીર્થક્ષેત્ર
– પંડિત દીનદયાળ ઉપાધ્યાયે આવીને આભાર માન્યો હતો
– જનસંઘના જમાનામાં અને દીવાલો પર દીવડા ચીતરતા
– દીવડા ચીતરીએ એટલે લાગતું જ કે અમારી પાર્ટી જીતી જ જવાની
– એ વખતે જનસંઘનું નિશાન દીવડો હતું
– 1967માં સૌથી પહેલા જનસંઘની સૌથી પહેલી પાલિકા બોટાદમાં બની
– જેને કૃષ્ણસાગર તળાવ સૂકું જોયું હોય એને પાણીની કિંમત ખબર હોય.
– હર હાથ કો કામ, હર ખેત કો પાણી એ સમયે જનસંઘનું સૂત્ર હતું.
– કાઠિયાવાડની ધરતીને ખબર હોય કે સૂકી ધરતી કેવી હોય
– ફોનની લાઇટ ચાલુ કરીને નર્મદા મૈયાના નીર વધાવો
– ગુજરાતના ગામડાઓને પૈસા નહીં પરંતુ પાણી જ સુખી કરી શકશે
– નર્મદે સર્વદેના નાદથી ગુંજી નરેન્દ્ર મોદીની સભા
– એક બાજુ પૈસાનો ઢગલો હોય અને બીજી બાજુ પાણી તો ખેડૂતો પાણીને પસંદ કરે
– પાણી પહોંચતું કરવા માટે 16 હજાર કરોડ રૂપિયાનું બજેટ
– 400 કિમી સુધી નર્મદા મૈયા બેઠા છે તે અહીં સુધી આવ્યા છે
– ગુજરાતના લોકો માટે પાણી જ સર્વસ્વ છે
– જંગલોના ઘાટેદાર વૃક્ષોમાંથી નર્મદા પાણી વહે છે
– ગુજરાતના ખેડૂતોને પાણી મળતું રહે તે માટે મધ્યપ્રદેશની સરકાર કામ કરે છે
– 100 વર્ષ પછી પણ આવનારી પેઢીઓને નર્મદાનું પાણી મળી રહે એ માટે કામ થઇ રહ્યું છે.
– ધોમધખતા તાપમાં નર્મદાને જીવીત રાખવા મધ્યપ્રદેશ સરકાર કામ કરી રહી છે
– નર્મદા નદીના વિસ્તારમાં ખેડૂતો વૃક્ષો વાવે એ માટે મધ્યપ્રદેશ સરકાર પૈસા આપી રહી છે
– ભાજપના લોકો જુદી માટીના છે.
– ટપક સિંચાઇને જીવનનો ધર્મ બનાવવો જોઇએ
– 2022માં આઝાદીના 75 વર્ષ ઊજવાશે
– દરેક નાગરિક 2022 માટે સંકલ્પ કરે
– મહિને 6 હજારની કમાણી ભીમ એપથી થઇ શકે છે.
– ભીમ એપના માધ્યમથી યુવાઓ દર મહિને 25000 કમાય છે
– આજે માતા બહેનોને બેડું લઇને ફરવું પડતું નથી
– મુખ્યમંત્રી બનીને જે શીખ્યો એનો ફાયદો પ્રધાનમંત્રી બન્યા પછી થયો
– ગુજરાતના 80 ટકા ઘરમાં નળમાંથી પાણી આવે છે.
– દરેક લોકા ઓનલાઇન ધંઘો કરે એમ હું ઇચ્છું છું.


મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંબોધન કરતાં કહ્યું કે
– પાણીની તંગી સૌરાષ્ટ્ર માટે ભૂતકાળ બની જશે.
– બોટાદના 3 જળાશયોની પાણીની સમસ્યા દૂર થશે.
– ભાવનગર જિલ્લાના કુલ 10 જળાશયોને લાભ થશે.
– સૌરાષ્ટ્રના 115 ડેમમાં પાણી ભરાશે.
– અમેરલી જિલ્લાના 4 જળાશયોને લાભ મળશે
– સૌની યોજનાથી વિસ્તાર નંદનવન બનશે
– આજનો દિવસ સૌરાષ્ટ્ર માટે સોનાનો
– 3 લાખ સુધીની લોન આપે છે સરકાર

http://sambhaavnews.com/


You might also like