સપા, બસપા અને કોંગ્રેસને સજા આપવાનો સમય, 13 માર્ચે વિજયી હોળી: PM મોદી

મઉ: ઉત્તર પ્રદેશમાં છેલ્લા બે તબક્કાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સોમવારે મઉમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રેલી કરવા પહોંચ્યા હતા. રેલીને સંબોધિત કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે

 • લોકસભાની ચૂંટણી દરમિયાન 10 મે 2014ની રેલીને રદ કરવાના કારણે ના આવી શકવાના કારણે માફી માંગું છું, સુશીલ રાયના નિધન માટે મુલાકાત ટળી હતી.
 • પીએમ મોદીએ કહ્યું કે એક મેદાનમાં જ 3 સભા થઇ રહી છે.
 • મોદીએ કહ્યું કે આજે પણ કેટલાક વિસ્તારમાં મતદાન ચાલુ છે, અત્યાર સુધી જેટલી પમ ચૂંટણી મુલાકાત થઇ છે, દરેકને શાંતિપૂર્ણ મતદાન કરાવવા માટે દરેક મતદાતાઓને અભિનંદન કરું છું. પહેલી જ મુલાકાતથી ભાજપ માટે લોકોના ટોલા ઉમટ્યા છે.
 • યૂપીના દરેક નાગરિકને વિશ્વાસ અપાવું છું કે પૂર્ણ બહુમતી હોવા છતાં પણ દરેક સાથી દળોનું સન્માન કર્યું છે, ભાજપને યૂપીમાં પૂર્ણ બહુમત હોવા છતાં સાથી દળ સરકારનો ભાગ હશે.
 • ચૂંટણી જાહેર થયા બાદ સમાજવાદી પાર્ટી કોંગ્રેસના ખોળામાં જઇને બેસી ગઇ છે, ડૂબતા જહાંજમાં બેસી ગઇ.
 • જ્યારે ગઠબંધનકરીને નિકળ્યા તો 2/3 બહુમતિની વાતો કરતાં હતા, પહેલી મુલાકાતના મતદાન બાદ કેટલાક લોકોએ પ્રચારમાં આવવાનું બંધ કરી દીધું. પોતાના વિસ્તારમાં જ એમની પીટાઇ થઇ ગઇ.
 • સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ, બસપા પાર્ટી જીતવા માટે પ્રયાસ કરવાનો એમનો હક છે, પરંતુ સપા અને બસપા બંનેની ત્રીજી મુલાકાત બાદ પાક્કું ખબહ પડી ગઇ કે હવે એ લોકા જીતવાના નથી, હવે એ લોકાએ નવો ઉપાય અજમાયો છે કે અમે હારીએ તો હારીએ કોઇને બહુમત ના મળવી જોઇએ. બસપા અને સપાને કહેવા માંગું છું કે ભાજપને હરાવવા માટે ગમે તેટલો પ્રયત્ન કરો પરંતુ યૂપીને બરબાદ કરશો નહીં.
 • દુનિયાભરમાં ભારતના વખાણ થઇ રહ્યા છે, આ બધું મોદીના કારણે નહીં 125 કરોડ દેશવાસીના લીધે થાય છે.
 • આ ચૂંટણીમાં ફઇબા અને ભત્રીજાનો મેળ બેસી રહ્યો નથી.
 • લોકસભાની ચૂંઠણી લડતાં પહેલા જ મેં કહ્યું હતું કે ભારતને ગરીબીમાંથી મુક્ત કરવા માટે ઉત્તર પ્રદેશનો વિકાસ ખૂબ જ જરૂરી છે.
 • જેવી રીતે પશ્વિમ ભારતનો વિકાસ થયો છે, એવી જ રીતે પૂર્વ હિન્દુસ્તાનનો પણ વિકાસ થવો જોઇએ.
 •  એવું નથી કે દિલ્હીના નેતાઓને અહીંની પરિસ્થિતિ ખબર નથી, એ લોકાને ખબર હોવા છતાં પણ અહીંની ચિંતા નથી, એટલા માટે સપા, બસપા અને કોંગ્રેસને સજા આપવાની જરૂર નથી
 • જ્યાકે નહેરુ જીવતા હતા તો ગાજીપુરના સાંસદ વિશ્વનાથએ 11 જૂન 1962એ સંસદમાં જ્યારે ભાષણ આપ્યું હતું તો દરેક લોકો ભાવુક થઇ ગયા હતાં.
 • આ ભાષણ બાદ નહેરુએ એચએમ પટેલના નેતૃત્વમાં કમિટી બનાવી, કમિટીની રિપોર્ટ પર હજુ સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. અમારી સરકારે આવ્યા બાદ એ રિપોર્ટ પર અભ્યાસ શરૂ કર્યો. રિપોર્ટમાં મઉ ગાજીપુર માટે રેલલાઇનની વાત કરવામાં આવી હતી, 50 વર્ષ સુધી એ કામ કરવામાં આવ્યું નહીં. પરંતુ અમારી સરકારે એ કામ શરૂ કરી દીધું.
 • ભાજપના જાહેરાત પત્રમાં ખેડૂતોના લોન માફ કરવાની વાત કરવામાં આવી છે, હું યૂપીનો સાસંદ હોવાને કારણે 11 માર્ચના પરીણામો બાદ, 13 માર્ચે હોળી રમ્યા બાદ ભાજપની સરકાર બન્યા બાદ પહેલી મિટીંગમાં જ લોન માફ કરવાનો નિર્ણય લેવામાં આવશે.
 • 2022 સુધી ખેડૂતોની આવકને બમણી કરવા ઇચ્છીએ છીએ, એના માટે સરકારે સોઇલ હેલ્થ કાર્ડનું અભિયાન શરૂ કર્યું છે.
 • કેન્દ્ર સરકારે ખેડૂતો માટે કામ કર્યું છે, ગુના કરનારી અખિલેશ સરકારને સજા મળવી જોઇએ. કેન્દ્ર સરકાર ખેડૂતો માટે પૈસા આપે છે, પરંતુ અખિલેશ સરકાર એની પર અમલ કરતી નથી.
 • ભાજપ શાસિત રાજ્યોમાં 50 થી 60 ટકા પાક ખેડૂતો પાસેથી ખરીદવામાં આવે છે, પરંતુ યૂપી સરકાર 3 થી 4 ટકા જ ખરીદે છે.
 • પૂર્વ યૂપીના લોકો નસીબદાર છે કે અહીંયા ચૂંટણી મોડી થાય છે એટલા માટે અહીંયા વીજળી મળી રહી છે, પરંતુ જ્યાં ચૂંટણી થઇ ગઇ છે ત્યાં વીજળી કાપી દેવામાં આવી.
 • ભારત સરકાર ઉત્તર પ્રદેશમાં વીજળી આપવા ઇચ્છે છે, પરંતુ રાજ્ય સરકાર વીજળી લેવાની ના પાડતી હતી.
 • 18 હજાર કરોડ રૂપિયા ભારત સરકારે આપ્યા, પરંતુ હજુ અડધા પૈસા પમ ખર્ચી શક્યા નથી.
 • અહીંયાના પોલીસ સ્ટેશન સપાની ઓફિસ બની ગઇ છે, ભાજપની સરકાર આવવાથી પોલીસના લોકો પણ ખુશ છે. અત્યાર જ્યાં સુઘી સપાનો કોઇ નેતા ફરીયાદ દાખલ કરવાનું ના કહેતો ત્યાં સુધી ફરીયાદ દાખળ થતી નહતી.
 • મોદીએ કહ્યું કે અખિલેશ બોલ્યા ગધેડાની વાત મેં મજાકમાં કહી હતી, શું લોકોની હત્યા પણ મજાકમાં થઇ રહી છે.
 • મોદીની મજાક ઉડાડવાથી ઊંઘ આવે છે તો સારું છે પરંતુ યૂપીની મજાક ઉડાડશો નહીં.
 • અહીંયા કોઇ પમ બાહુબલી જ્યારે જેલ જાય છે ત્યારે હસતો જાય છે, કારણ કે જેલ ગેરકાનૂની કામ કરાવવા માટે એમના માટે મહેલ હોય છે, એમને બધી જ સુવિધાઓ મળે છે.
 • જે લોકા હજુ જેલમાં છે એમના માટે મારો સંદેશ છે કે જમાનો બદલાઇ ગયો છે. સમય બદલાઇ ગયો છે. 11 માર્ચે રિઝલ્ટ બાદ જેલને જેલ બનાવી દઇશું.
 • બાહુબલી ફિલ્મમાં કટ્ટપ્પાએ બાહુબલીનું બધું જ ખતમ કરી દીધું હતું, 11 માર્ચ બાદ કાયદાની જ લાકડી ચાલશે

home

You might also like