ભાજપનો ઘોડો ઝડપથી આગળ વધી રહ્યો છે: PM મોદી

હરદોઇ: ઉત્તરપ્રદેશમાં બે તબક્કામાં ચૂંટણી પૂર્ણ થઇ ગઇ છે અને હવે બધા જ રાજનિતીક દળો ત્રીજા તબક્કા માટે પ્રચારમાં લાગ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરુવારે ઉત્તર પ્રદેશના હરદોઇ પહોંચ્યા. તમને જણાવી દઇએ કે મતદાન થતાંના ત્રણ દિવસ પહેલા અહીંયા સભા સંબોધિત કરવા આવ્યા છે. આવું જ લોકસભાની ચૂંઠણી દરમિયાન થયું હતું જ્યારે પીએમ મોદીએ ત્રણ દિવસ પહેલા અહીંયા રેલી કરી હતી.

હરદોઇમાં બોલ્યા પીએમ મોદી:

– યૂપી ચૂંટણીમાં પહેલા બે તબક્કામાં ભાજપનો ઘોડો ઝડપથી આગળથી વધ્યો.
– પહેલા બે તબક્કામાં ભારે જનસમર્થનના કારણે યૂપીની જનતાને શુભેચ્છા
– ભારતના વૈજ્ઞાનિકોની દુનિયાભરમાં વખાણ થયા.
– દેશ આગળ વધી રહ્યો છે પરંતુ યૂપી નહીં વધે તો કેવી રીતે ચાલશે.
– દેશના નવજવાનોને રોજગારી મળી જાય તો ગરીબી ખથમ થઇ જશે.
– યૂપીના વિકાસ માટે કોઇએ વિચાર્યું નથી.
– યૂપીમાં દરેક લોકોએ વોટ બેંકની રાજનીતિ કરી.
– સપા, બસપા, કોંગ્રેસને મુક્ત કર્યા વગર નહીં બદલાય યૂપીનું ભાગ્ય.
– યૂપીના આશીર્વાજ છી જ ગરીબ મા નો પુત્ર પીએમ બની ગયો.
– ભગવાન કૃષ્ણ યૂપીની ધરતી પર પેદા થયા અને ગુજરાતમાં કર્મભૂમિ બનાવી.
– મે ગુજરાતમાં જન્મ લીધો અને યૂપીએ મને દત્તક લીધો છે.
– હું મા બાપને છોડી દઉં એવો પુત્ર નથી.
– થાણેદાર લોકોને ફરીયાદ દાખલ કરતાં પહેલા વિસ્તારના સપા નેતાને પૂછવું પડે છે.
– યૂપીમાં સૌથી વધારે રાજનીતિક હત્યાઓ થાય છે.
– દેશભરમાં સૌથી વધારે ગેંગરેપની ઘટના યૂપીમાં થાય છે.
– દલિતો પર અત્યાચારની દેશની 20 ટકાથી વધારે ઘટના યૂપીમાં
– હરદોઇમાં ગેરકાયદે ખનનની બોલબાલા
– પોલીસ સ્ટેશનમાંથી પણ ધમકી આપવામાં આવે છે.
– વિશ્વકર્મા શ્રમ યોજના શરૂ કરવામાં આવશે.
– નાના કારીગરોની આર્થિક મદદ કરવામાં આવશે.
– ભાજપની સરકાર બનતા જ ખેડૂતોની લોન માફ કરવામાં આવશે.
– છેલ્લા બે વર્ષમાં યૂરિયાની માંગણી માટે એક પણ મુખ્યમંત્રીએ મને ચિઠ્ઠી લખી નથી.
– હું એક નિર્ણય લઉં છું તો સામે ડરાવનારા 50 લોકો ઊભા થઇ જાય છે.
– હું કોઇનાથી ડરતો નથી કારણ કે હું ગરીબીમાં પેદા થયો છું અને ગરીબો માટે જીવું છું.
– આજે પણ કરોજો મા બહેનને અંધારામાં શૌચ જવું પડે છે.
– હરદોઇ જિલ્લ્માં સવા લાખ એલઇડી બલ્બ પહોંચ્યા છે.

પીએમ મોદીએ સતત રેલીઓની વચ્ચે કોંગ્રેસએ પીએમ પર પ્રહારો કર્યા છે. કોંગ્રેસએ આરોપ લગાવ્યો છે કે એક બાજુ સીમા પર જવાનોના મોત થઇ રહ્યા છે તો બીજી બાજુ પીએમ ચૂંટણી રેલીઓ કરી રહ્યા છે. કોંગ્રેસે કહ્યું કે છેલ્લા 32 મહિનામાં 188 જવાનોનૈ મોત થઇ ગયા છે. તો આ બધા વચ્ચે 10 હુમલાઓ થયા છે. કોંગ્રેસએ કહ્યું કે દેશના ગૃહમંત્રી પ્રચારમાં વ્યસ્ત છે અને રક્ષામંત્રી સૂઇ રહ્યા છે.

આ પહેલા બુધવારે પીએમ મોદીએ કન્નોજમાં રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન પીએમએ અખિલેશ યાદવ સહિત ગઠબંધન પર પ્રહારો કર્યા હતા.

VISIT: http://sambhaavnews.com/

You might also like