બદાયુમાં પીએમ બોલ્યા, અખિલેશ કરે છે મારા ભાષણની નકલ

બદાયુઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના બદાયૂમાં એક રેલીને સંબોધિત કરવા સાથે સપા અને કોંગ્રેસ પર નીશાન સાધ્યું છે. પીએમએ અખિલેશ પર પણ તીખા પ્રહાર કર્યા છે. પીએમ કહ્યું કે અખિલેશ તેમના ભાષણની નકલ કરે છે. તે પણ તેમની જેમ સવાલ જવાબ પૂછવા લાગ્યા છે. પીએમે કહ્યું કે  બધા જ નેતા જાણે છે કે તેઓ માત્ર મોદીની જ વાત કરે છે, પોતાના કામનો હિસાબ નથી માંગતા. આજકાલ દેશના નેતાઓ તેમની જેમ ભાષણ આપવા લાગ્યા છે.

અખિલેશ યાદવે પણ મારી જેમ સવાલ જવાબ પૂછવાના શરૂ કર્યા છે. તેમણે પૂછ્યું ક્યાં અચ્છે દિન આ ગયે? હું કહું છું કે યુપીમાં ઇચ્છે દિનની જવાબદારી અખિલેશની હતી. પાંચ વર્ષથી અખિલેશની સરકાર અહીં છે. પીએમ કહ્યું કે અખીલેશના કામ નહીં કારનામા બોલે છે. બદાયૂમાં મારો સાંસદ ન જીત્યો, પરંતુ બદાયૂમાં લોકો માર્યા ગયા. માયવતી, મુલાયમે જ્યાં પહોંચવાનું હતું ત્યાં પહોંચી ગયા. છતાં આઝાદી પછી પણ અહીં વિજળી આવી શકી નથી. અખિલેશ કહે છે કે કામ બોલે છે. બાળકો જાણે છે કે અખિલેશનું કામ નહીં પરંતુ કારનામા બોલે છે. અહીં વિજળીની ચોરી પણ થાય છે.

http://sambhaavnews.com/

You might also like