રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ રાજીનામું આપવા કરી રજુઆત

કેન્દ્રીય રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ હાલમાં થયેલ રેલવે દૂર્ઘટનાને ધ્યાનમાં લઇને રાજીનામું આપવાની ઓફર કરી છે. સુરેશ પ્રભુએ હાલમાં થયેલ રેલવે અકસ્માતની જવાબાદરી સ્વીકારી પોતાના પદેથી રાજીનામું આપવા જણાવ્યું છે. રેલવે પ્રધાને આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે.જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોભો અને રાહ જોવા જણાવ્યું છે.

You might also like