છત્રપતિ શિવાજીની જયંતિ પર PM એ આપી શ્રદ્ધાંજલિ

નવી દિલ્હી: છત્રપતિ શિવાજી મહારાજની જયંતિ પર પીએમ મોદીએ શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે કહ્યું કે છત્રપતિ શિવાજી મહારાજનું જીવન આપણને સંઘર્ષો સામે લડવાની પ્રેરણા આપે છે. ભારતના ઇતિહાસમાં શિવાજીનું યોગદાન આજના યુવા વર્ગ માટે પ્રેરણા સ્ત્રોત છે. શિવાજીએ રાજ આદર્શનું જે ઉદાહરણ રજૂ કર્યું છે એ આજે પણ પ્રાસંગિક છે.


પીએમએ કહ્યું કે શિવાજી મહારાજએ સામાન્ય લોકોની ભલાઇને જ પોતાના શાસનું આધાર બનાવ્યો હતો. તેમણે રાજ પ્રશાસનમાં સામાન્ય લોકોના હિતમાં સૌથી ઉપર રાખ્યા. શિવાજીના આદર્શ આજે પણ પ્રાસંગિક છે. સામાન્ય પ્રશાસનને સારી રીતે ચલાવવા માટે તેમના જણાવેલા રસ્તા પર ચાલવાની જરૂર છે.

પીએમ મોદીએ કહ્યું કે કેન્દ્રની હાલની સરકાર શિવાજીના જણાવેલા આદર્શોને પૂરી કરવાની તૈયારીમાં છે. પીએમ એ એવું પણ કહ્યું કે સશક્ત ભારતના નિર્માણમાં વિભાજનકારી શક્તિઓ ઊખાડી નાંખવાની જરૂરીયાત છે. કેન્દ્ર સરકાર સામાન્ય માણસો માટે સતત કામ કરી રહી છે.

visit: http://sambhaavnews.com/

You might also like