PM મોદી વિશ્વના ટોપ 10 નેતાઓમાં સામેલ: વેંકૈયા નાયડૂ

હૈદરાબાદ: વિપક્ષ પર વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિદેશ યાત્રાઓ પર હલકી ટિપ્પણીઓ કરવાનો આરોપ લગાવતાં કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડૂએ કહ્યું કે નરેન્દ્ર મોદી વિશ્વના ટોચના 10 નેતાઓમાં એક છે. તેમનો અવાઝ આંતરરાષ્ટ્રીય મંચ પર સાંભળાઇ રહ્યો છે.

વેંકૈયા નાઇડૂએ એક ઇન્ટરવ્યુંમાં કહ્યું હતું કે ‘ભારતને હવે વિશ્વસ્તરે માન્યતા અને સન્માન મળી રહ્યું છે. એક પછી એક દેશ આપણા વડાપ્રધાન માટે રેડ કાર્પેટ પાથરી રહ્યાં છે. તે હવે ટોચના 10 નેતાઓ સામેલ છે. તે પોતાના નેતૃત્વ અને દ્રષ્ટિકોણની સાથે ટોપ 10 નેતાઓમાં તરી આવ્યા છે. દેશ જે પ્રકારે આગળ વધી રહ્યો છે, તેની દરેક પ્રશંસા કરી રહ્યા છે.

સંસદીય કાર્ય મંત્રીએ વિશ્વસ્તર પર મોદીની ભલામણો માનવાના ઉદાહરનોના રૂપમાં ભારતે બિક્સ બેંકની અધ્યક્ષતા પ્રાપ્ત કરવા અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા યોગ દિવસની જાહેરાત કરવાનો ઉલ્લેખ કર્યો. ‘જલવાયુ પરિવર્તન અને આતંકવાદ જેવા મુદ્દાઓ પર તેમનો (નરેન્દ્ર મોદી) અવાઝ સંભળાઇ રહ્યો છે. ભારતને બ્રિક્સ બેંકની પ્રથમ અધ્યક્ષતા મળી, સંયુક્ત રાષ્ટ્રમાં પ્રસ્તાવના માધ્યમથી યોગ આંતરરાષ્ટ્રીય બન્યો અને 196 દેશોએ યોગ દિવસ ઉજવવાનો સ્વિકાર કર્યો છે.

મોદીની વિદેશ યાત્રાઓ પર વિપક્ષી દળોની ‘હલકી ટિપ્પણીઓ’ પર આપત્તિ વ્યક્ત કરતાં વેંકૈયા નાયડૂએ કહ્યું કે વડાપ્રધાન વિદેશ નીતિના માધ્યમથી ઘરેલૂ વિકાસને પ્રોત્સાહન આપવા માંગે છે. તેમણે કહ્યું કે ‘મનમોહન સિંહે પણ 75 દેશોની યાત્રા કરી હતી. આપણે શું પ્રાપ્ત કર્યું જે જોઇ શકાય છે. આપણા વડાપ્રધાન વિદેશ નીતિનો ઉપયોગ ઘરેલુ વિકાસ, અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે કરી રહ્યાં છે અને ભારતની આર્થિક તથા સાંસ્કૃતિક વિવિધતાને રજૂ કરવા માટે સાર્વજનિક કૂટનીતિનો ઉપયોગ કરી રહ્યાં છે.

વેંકૈયા નાયડૂએ દાવો કર્યો કે મનમોહનની શિખર સંમેલન સંબંધી યાત્રાઓના મુકાબલે મોદીએ દેશોની વધુ સત્તાવાર યાત્રાઓ કરી છે. તેમણે કહ્યું કે ‘પીએમ મોદીના નેતૃત્વમાં એનડીએએ ભારતની વિદેશ નીતિના ઉદ્દેશ્ય અને દિશાને પુનર્સ્થાપિત કરી છે જે યુપીએ સરકાર દરમિયાન ગાયબ હતી.

You might also like