‘ટાઇમ’એ મોદીને ગણાવ્યા ઇન્ટરનેટ સ્ટાર

ન્યૂયોર્ક : કૂટનીતિ માટે અવારનવાર સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરનારા નરેન્દ્ર મોદીને ઇન્ટરનેટ જણાવતા ટાઇમ પત્રિકાએ કહ્યું કે ભારતીય વડાપ્રધાન ઇન્ટરનેટ પર સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓ પૈકી એક છે. ગત્ત વર્ષે પાકિસ્તાનની મુલાકાત અંગે ટ્વિટર પર મોદીની અપરાંગત જાહેરાતનો ઉલ્લેખ કરતા પત્રિકાએ તેને સતત બીજા વર્ષે પણ રેન્ક વગરની યાદી (અનરેન્ક્ડ લિસ્ટ)માં ઇન્ટરનેટ પર સૌથી વધારે પ્રભાવી 30 વ્યક્તિમાં તેમનો સમાવેશ કર્યો હતો.

આ યાદીમાં અમેરિકાનાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે રિપબ્લિકન પાર્ટીનાં ઉમેદવાર ડોનલ્ડ ટ્રમપ, રિયાલિટી ટીવી સ્ટાર કિમ કાર્દિશિયા અને તેનાં પતિ કાન્યે વેસ્ટ, લેખિતા જે.કે રોલિંગ, પુર્વ ઓલમ્પિક એન્થલિટ કેટલિન જેનર અને ફૂટબોલ ખેલાડી ક્રિસ્યિટાનો રોનાલ્ડોનો સમાવેશ થાય છે. ઇન્ટરનેટ પર સૌથી વધારે પ્રભાવી લોકોની પોતાની બીજી વાર્ષિક યાદી માટે ટાઇમે કહ્યું કે તેણે સોશ્યલ મીડિયા પર વૈશ્વિક પ્રભાવ અને સમાચારમાં જળવાઇ રહેવાની તેમની ક્ષમતાઓ ચકાસી હતી.

મોદી અંગે ટાઇમે કહ્યું કે દુનિયાની સૌથી મોટી લોકશાહીનાં નેતા મોદી ટ્વીટપર પર પોતાનાં 1.8 કરોડ ફોલોઅર્સ અને ફેસબુક પર 3.2 કરોડ લાઇક્સની સાથે ઇન્ટરનેટ સ્ટાર છે. પત્રિકાએ સમાચાર આપવા અને કૂટનીતિ માટે મોદી દ્વારા સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરવાનો હવાલો ટાંક્યો હતો. તેઓની સતત સમાચારમાં કઇ રીતે રહેવું. ઉપરાંત ભારતમાં જ્યારે અધિકારીને મળવું મુશ્કેલ હોય તેવાં સમયે લોકોની સાથે સીધો સંપર્ક બનાવવા માટે વડાપ્રધાને સોશ્યલ મીડિયાનો ખુબ જ સારી રીતે ઉપયોગ કર્યો હોવાની વાત પણ ટાંકી હતી.

You might also like