બજેટ પછી PM મોદીએ કહ્યું, દાળથી ડેટા સુધી રાખ્યો ખ્યાલ, તમામ માટે સખત પગલાં

નવી દિલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આ બજેટમાં દાળથી ડેટા સુધીનો ખ્યાલ રાખવામાં આવ્યો છે. કહ્યું કે આ બજેટથી અર્થવ્યવસ્થા મજબૂત થશે સાથે જ વિકાસની ઝડપ પણ વધશે. કહ્યું કે આ બજેટમાં દર તબક્કે મજૂબત પગલાં ભરવામાં આવ્યા છે.

PM મોદીએ નાણાં મંત્રી અરૂણ અને તેમની ટીમનો આભાર વ્યક્ત કર્યો છે અને કહ્યું કે આ બજેટમાં સૌથી વધુ ભાર ખેડૂત, ગામ, દલિત, પીડિત અને શોષિત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. કહ્યું કે રેલવે બજેટને મર્જ કરવાથી ટ્રાન્સપોર્ટ સેક્ટરનો વિકાસ થશે.

પીએમ મોદીએ કહ્યું કે દરેકના સપના સાકાર કરવા પગલાં આ બજેટમાં ઉઠાવવામાં આવ્યા છે એ સ્પષ્ટ દેખાઈ આવે છે. પીએમે કહ્યું કે આ બજેટમાં રોજગાર પર પૂરેપૂરું ધ્યાન આપવામાં આવ્યું છે સાથે સાથે ડેવેલપમેન્ટ પર પણ ભાર આપવામાં આવ્યો છે. કહ્યું કે ટેક્સ ઘટાડવો એક સાહસિક નિર્યણ છે.

You might also like