હાથ મિલાવનાર યુવકે જ PM મોદીનો જીવ જોખમમાં મૂક્યો, યુવકની થઈ ધરપકડ

PM મોદી સાથે હાથ મિલાવીને ફેસબુક પર તસવીર અપલોડ કરનાર યુવક અનુપમ પાંડેને સોશિયલ મીડિયા પર વારાણસીમાં મિનિટ-ટૂ-મિનિટ કાર્યક્રમ જારી કરવું મોંઘુ પડી ગયું છે. એસપીજી તરફથી આ મામલે કડક વલણ દાખવતા ડીજીપીના નિર્દેશ પર યુવક વિરુદ્ધ મંગળવારે રાત્રે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેના બાદ પોલીસ અનુપમ પાંડેની ધરપકડ કરી છે. આ મામલે મંગળવારે મોડ઼ી રાત સુધી અનુપમની પૂછપરછ કરવામાં આવી હતી.

ઘટનાની હકીકત એવી છે કે, ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રો અને પીએમ મોદીની વારાણસીની યાત્રાને લઈને એસપીજી દ્વારા સુરક્ષા કડક રીતે ગોઠવવામાં આવી હતી. PM મોદી પર આતંકી હુમલાની આશંકાને પગલે એજન્સી તરફથી પહેલેથી ઘણા ઈનપુટ જારી કરવામાં આવ્યા હતા. એવામાં અનુપમ પાંડે દ્વારા મિનિટ-ટૂ-મિનિટ કાર્યક્રમ સોશિયલ મીડિયા પર દર્શાવવામાં આવતા SPG સક્રિય થઈ ઉઠ્યું હતું.

તપાસમાં માલૂમ થયું હતું કે, અનુપમ પાંડેએ સૌથી પહેલા વડાપ્રધાનનો કાર્યક્રમ સોશિયલ મીડિયા પર નાખી દીધો હતો. યાત્રા સફળ રીતે પૂરી થયા બાદ SPGએ DGPને આખા પ્રકરણની માહિતી આપી હતી. વારાણસી પોલીસે પણ યુવક વિરુદ્ધ કાર્યવાહી કરવાનો આદેશ આપી દીધો.

યુવકના પિતા જૌનપુરમાં આયુર્વેદના ચિકિત્સાધિકારીના પદથી રિટાયર્ડ થયા છે. પૂછપરછ દરમિયાન પરિવારજનોએ જણાવ્યું હતું કે, અનુપમ બે વર્ષ પહેલા જ વડાપ્રધાન કાર્યાલય સાથે જોડાયો હતો. તે તબિયત ખરાબ હોવાના કારણે વારાણસી ગયો હતો.

PM મોદી અનુપમને ટ્વિટર પર ફોલો કરે છે
ઉલ્લેખનીય છે કે અનુપમ પાંડેને વડાપ્રધાન મોદી ટ્વિટર પર ફોલો કરે છે. વડાપ્રધાન મોદી ટ્વિટર પર માત્ર 1,932 લોકોને ફોલો કરે છે, જેમાં અનુપમનું નામ પણ સામેલ છે. અનુપમને ટ્વિટર પર 28હજારથી વધુ લોકો ફોલો કરે છે. અનુપમે વર્ષ 2015માં 2 જુલાઈના રોજ વડાપ્રધાન સાથેનો ફોટો શેર કર્યો હતો. આ ફોટોમાં વડાપ્રધાન હસતા હસતા અનુપમ સાથે હાથ મિલાવી રહ્યા છે. આ ફોટો 1 હજાર લોકોએ લાઈક કર્યો હતો અને 543 લોકોએ રિટ્વિટ કર્યો હતો.

You might also like