આફ્રિકામાં PM મોદી-જિનપિંગ વચ્ચે મુલાકાત, સરહદની સ્થિતિને લઇને ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ આફ્રિકા દેશોની મુલાકાતના અંતિમ પડાવ માં પહોંચ્યા છે. ગરૂવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 10માં બ્રિક્સ સંમેલનમાં ભાગ લીધો હતો અને સંબોધન કર્યું હતું.

બ્રિક્સ દેશોની બેઠક દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્હોનિસબર્ગમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે તેમજ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદમીર પુતિન સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. છેલ્લા થોડા સમયમાં થયેલી આ ત્રણ દેશની આ બીજી મુલાકાત છે. થોડા મહીના પેહલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયા અને ચીનના પ્રવાસે ગયા હતા.

ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિક્સ બેઠક બાદ ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. વિદેશ મંત્રાલયના અનુસાર બંને નેતાઓ સરહદ પરની સ્થિતિ પર વિસ્તૃત ચર્ચા કરી હતી અને બંને નેતાઓએ સરહદ પર બંને દેશના સેનાઓ વચ્ચે શાંતિનો પ્રયત્ન કરવા સહમતિ દર્શાવી હતી.

આ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત તરફથી નિકાસનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. ભારત ચીન પાસેથી ઘણી બધું આયાત કરે છે પરંતુ નિકાસ ઓછી થાય છે.

કેન્દ્ર સરકાર આ અંતરને ઘટાડવા માગે છે. આવનારા 1-2 ઓગસ્ટે ભારતનું એક પ્રતિનિધિમંડળ આ મામલે ચીનની મુલાકાતે જશે. ઉલ્લેખનીય છે કે આ વર્ષના એપ્રિલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક ઇન્ફોર્મલ સમિટ હેઠળ ચીનની મુલાકાતે ગયા હતા.

You might also like