બેબી મોશે: 10 વર્ષના આ બાળક સાથે ભારતનો છે દર્દનો સંબંધ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ઇઝરાયલની મુલાકાતે પહોંચ્યા છે. આ પ્રવાસને ભારત-ઇઝરાયલ સંબંધોને લઇને ઘણો મહત્વનો માનવામાં આવી રહ્યો છે. પ્રથમ વખત ભારતના કોઇ વડાપ્રધાન ઇઝરાયલની મુલાકાતે પહોંચ્યા છે. આ પ્રવાસમાં બંને દેશો વચ્ચે ઘણી મહત્વની સમજૂતિ કરવામાં આવશે. પરંતુ આ પ્રવાસમાં એક બીજી વિશેષ વાત જોવા મળશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેબી મોશે હોલ્જબર્ગ અને તેમની કેયરટેકર (સાચવનાર) સેન્ડ્રાને મળવા માટે જણાવામાં આવ્યું છે. 10 વર્ષના બેબી મોશે સાથેની પીએમ મોદીની આ મુલાકાતને આ પ્રવાસને ભાવુક બનાવી દીધી છે. શું તમે જાણો છો કે બેબી મોશે કોણ છે ? બેબી મોશેનું 26/11 મુંબઇ હુમલા સાથે શુ કનેકશન છે?

તેન કેરટેકર સેન્ડ્રાએ જણાવ્યું હતું કે તેઓ ઘણા ખુશ છે કે ભારતના વડાપ્રધાન મોદી આ પ્રવાસ દરમિયાન બેબી મોશેને મળશે. આ મુલાકાત જણાવે છે કે ભારત સરકાર 26/11ના પિડીતોને લઇને ઘણી ચિંતિત છે. તેના દાદાજીએ કહ્યું પીએમ મોદીએ અમને મળવા બોલાવ્યા તેનો મને હજી વિશ્વાસ થતો નથી અને હું ઘણો ખુશ છું.

ઉલ્લેખનીય છે કે બેબી મોશે તેની ઇઝરાયલી માતા-પિતા સાથે મુંબઇના નરીમન હાઉસમાં રહેતો હતો. સેન્ડ્રા મોશેની કેરીટેકર તરીકે કામ કરતી હતી. 2008માં મુંબઇ હુમલા વખતે તેણે નરીમન હાઉસ પર પણ હુમલો કર્યો હતો. જ્યાં 173 લોકો મર્યા હતા તેમાં બેબી મોશેના માતા-પિતા પણ હતા. સેન્ડ્રા બેબી મોશેને બચાવી લેવામાં આવ્યો હતો. ત્યારે મોશે માત્ર બે વર્ષનો હતો. મોશેના માતા-પિતાના અંતિમ સંસ્કાર કર્યા બાદ તે પોતાના દાદા-દાદી સાથે ઇઝરાયલ રહેવા જતો રહ્યો હતો. મોશે હવે માત્ર સેન્ડ્રોને જ ઓળખે છે. મોશેને ઇઝરાયલની નાગરિકતા આપવામાં આવી છે.

http://sambhaavnews.com/

You might also like