મન કી બાત: મોદીએ કહ્યું કાલે સંસદમાં 125 કરોડ લોકો મારી પરીક્ષા લેશે

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે બોર્ડની પરીક્ષાને લઇને ‘મનની વાત’ કરી. તેમણે વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતાની ટ્રીક શિખવાડી. બજેટનો ઉલ્લેખ કરતાં તેમણે એમપણ કહ્યું કે કાલે સંસદમાં 125 કરોડ નાગરિકો મારી પરીક્ષા લેશે. મનની વાતના 17મા ભાગમાં ક્રિકેટર સચિન તેન્ડુલકરે વિદ્યાર્થીઓને સફળતાના મંત્ર આપ્યા અને કહ્યું કે વિદ્યાર્થી બીજાઓની આશાઓના દબાણમાં ન આવે, પોતાના લક્ષ્યને પોતે નક્કી કરે.

પરીક્ષાનો અર્થ ફક્ત માર્ક્સ નથી: વડાપ્રધાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ‘પરીક્ષાનો અર્થ ફક્ત માર્ક્સ જ નથી. દરેક પરીક્ષા એક મહાન ઉદ્દેશ્ય તરફ એક મોટું પગલું છે અને દરેક સફળતા આ મોટા ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવાની કુંજી બનશે. તેમણે કહ્યું કે એક મોટા ઉદ્દેશ્યને લઇને ચાલો અને તેમાં ક્યારેય અપેક્ષાથી ઓછું રહી જાય તો નિરાશા હાથ લાગશે નહી.’

પોતાને શાંત રાખો: વિશ્વનાથ આનંદ
સચિન તેંડુલકર ઉપરાંત ચેસના ખેલાડી વિશ્વનાથ આનંદ પણ મનની વાતમાં સામેલ થયા. વિશ્વનાથ આનંદે કહ્યું કે ‘વિદ્યાર્થી પરીક્ષા આપતી વખતે વધુ ઉત્સાહમાં ન આવે, પરંતુ નિરાશાવાદી પણ ન બને. વિશીએ વિદ્યાર્થીઓને કહ્યું કે ‘તમારે પર્યાપ્ત આરામની જરૂરિયાત હોય છે. રાત્રે સારી ઉંઘ લો, ભરપેટ જમો અને સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે પોતાને શાંત રાખો.’

પરીક્ષા આપતી વખતે મનમાં કોઇ ભાર ન રાખો: મોરારી બાપુ
જાણિતા કથાવાચક મોરારીબાપૂએ પણ મનની વાતમાં વિદ્યાર્થીઓના સફળતાના મંત્ર આપ્યા. મોરારીબાપૂએ કહ્યું કે ‘સામાન્ય રીતે આપણે બધા પરીક્ષા પૂર્ણ થતાં જ ગણતરી કરવાનું શરૂ કરી દઇએ છીએ કે કેટલા માર્ક્સ આવશે. મહેરબાની કરીને આમ ન કરશો. તેમણે કહ્યું કે ‘પરીક્ષાના સમયે મન પર કોઇપણ ભાર અનુભવ્યા વિના, બુદ્ધિનો એક સ્પષ્ટ નિર્ણય કરીને અને ચિત્તને એકાગ્ર કરીને તમે પરીક્ષામાં બેસો.

ટેન્શન ન લો, સર્વશ્રેષ્ઠ કરો: સીએનઆર રાવ
ભારત રત્નથી સમ્માનિત વૈજ્ઞાનિક સીએનઆર રાવે પણ મનની વાતમાં વિદ્યાર્થીઓ સાથે વાત. રાવે કહ્યું, ‘આપણા દેશમાં ઘણા અવસર છે તમે પોતે નક્કી કરો કે તમારા જીવનમાં શું કરવું છે અને તેને લઇને આગળ વધો. તેમણે કહ્યું કે ‘આપણા દેશમાં ઘણી તકો છે. તમે પોતે નક્કી કરો કે તમારા જીવનમાં શું કરવું છે અને તેને લઇને આગળ વધો. તેમણે કહ્યું કે ‘હું સમજું છું કે પરીક્ષાઓથી ચિંતા થાય છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓથી પણ આવું થાય છે. તમે ડરો નહી, તમારું સર્વશ્રેષ્ઠ કરો.’

સચિને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી
સચિન તેંડુલકરે ટ્વિક અરીને મનની વાતમાં ભાગ લેવા અંગે ખુશી વ્યક્ત કરી અને વિદ્યાર્થીને બોર્ડની પરીક્ષા માટે શુભેચ્છા પાઠવી. તેમણે લખ્યું કે ‘સકારાત્મક રહો અને પોતાના લક્ષ્યને નક્કી કરો. વડાપ્રધાન સાથે મનની વાતમાં સામેલ થઇ ખુશી થઇ રહી છે.

ગત 31 જાન્યુઆરીના રોજ મોદીએ કરી હતી મનની વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેડિયો પર આ કાર્યક્રમના માધ્યમથી અલગ-અલગ મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય રાખતાં આવ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીએ 31 જાન્યુઆરીના રોજ પ્રસારિત ગત ‘મનની વાત’ કાર્યક્રમમાં ખાદીને પ્રોત્સાહન આપવા, પાક વિમા યોજનાથી દેશના 50 ટકા ખેડૂતોને જોડવા અને સ્ટાર્ટ અપ અભિયાન વિશે વાત કરી હતી.

ગત વખતે તેમણે 10મા અને 12મા ધોરણની પરીક્ષા આપી ચૂકેલા વિદ્યાર્થીઓ પાસે અભિપ્રાય માંગ્યા હતા. જેથી ટૂંક સમયમાં પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓ પણ તણાવમુક્ત થઇને પરીક્ષા આપી શકે.

You might also like