મોદીના મનની વાત: કાશ્મીરમાં હિંસા ફેલાવનારને જવાબ આપવો પડશે

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે એક વખત ફરીથી પોતાના ખાસ રેડિયો કાર્યક્રમમાં મન કી બાત દ્વારા દેશની જનતા સાથે વાત કરી હતી. આ માટે પ્રધાનમંત્રીએ શનિવારે ટ્વિટ પર આ કાર્યક્રમમાં જોડાવવા માટે અપીલ કરી હતી. મન કી બાતનું આ 23મું સંસ્કરણ છે.

નોંધનીય છે કે ગત વખતે મન કી બાત દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રિયો ઓલિમ્પિકમાં ગયેલા ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. પીએમ મોદીએ ગત વખતે આ કાર્યક્રમ દ્વારા ગર્ભવતી મહિલાઓ માટે એક સ્કીમનું પણ એલાન કર્યુ હતું જે હેઠળ મહિલાઓ ગર્ભધારણ બાદથી લઈને દર મહિનાની નવમી તારિખે ફ્રી હેલ્થ ચેકઅપ કરાવી શકે છે. આ હેલ્થ ચેકઅપ સરકારી હોસ્પિટલોમાં વિના મૂલ્યે થઈ શકશે.

મોદીએ મન કી બાત કરતાં જણાવ્યું હતું કે 29 ઓગસ્ટે હોકીના જાદુગર ધ્યાનાચંદની જન્મતિથિ છે, આ દિવસ રાષ્ટ્રીય ખેલ દિવસના સ્વરૂપે ઉજવવામાં આવે છે. હું ધ્યાનાચંદને શ્રદ્ધાંજલિ આપું છું અને આ પ્રસંગે તમને દરેકને તેમના યોગદાનની યાદ પણ કરાવવા માંગુ છું. ઘ્યાનચંદ પણ સ્પોર્ટસમેન સ્પ્રિટ અને દેશભક્તિના એક જીવતી જાગતી મિસાઇલ હતી.

ઓલમ્પિક માટે મોદીએ જણાવ્યું હતું કે mygov.in પર ઘણા લોકોએ રિયો એલમ્પિક અને સાક્ષી, સિંધૂ માટે બોલવા માટે કહ્યું હતું. તેમને સાક્ષી અને સિદ્ધૂને શુભએચ્છા પાઠવતા કહ્યું હતું કે એક વખત ફરીથી આપણી દિકરીઓએ સાબિત કર્યું છે કે અમે કોઇનાથી કમ નથી. આ વાતને નકારી શકાતી નથી કે આપણી આશા હતી એવી રીતે રિયો ઓલમ્પિકમાં પ્રદર્શન કરી શક્યા નહીં. તેમ ચતાં તેમણે જ્ણાવ્યું હતું કે આપણે દેશોએ ઘણી રમતોમાં જોરદાર પ્રદર્શન કરીને સકારાત્મક માહોલ બનાવ્યો છે. મોદીએ વધુમાં જણાવ્યું હતું કે મેં રમતોના પ્રદર્શનને સુધારવા માટે એક કમિટીની જાહેરાત કરી છે. તે કમિટી દુનિયામાં શું શું પ્રેક્ટિસ ચાલી રહી છે તોને અભ્યાસ કરશે. 2020, 2024, 2028 ઓલમ્પિક માટે દૂર સુધીના વિચારો સાથે આપણે યોજના બનાવવાની છે. દેશના દરેક નાગરિકને અપીલ કરું છું કે મને સૂચનો મોકલે.

5 સપ્ટેમ્બરે આવનારા શિક્ષક દિવસ માટે મોદીએ જણાવ્યું હતું કે હું ઘણા વર્ષોથી શિક્ષક દિવસ પર વિદ્યાર્થીઓની સાથે ઘણો સમય પસાર કરતો આવ્યો છું. મારા માટે 5 સપ્ટેમ્બર શિક્ષક દિવસ પણ હતો અને શિક્ષા દિવસ પણ હતો. પરંતુ આ વખતે મારે G 20 સમિટ માટે જવું પડે એવું છે. જીવનમાં જેટલું મમ્મીનું સ્થાન હોય છે એટલું જ શિક્ષકનું સ્થાન હોય છે. હું આજે પુલ્લેલા ગોપીચંદજીને એક ખિલાડી કરતાં વધારે એક ઉત્તમ શિક્ષકના રૂપમાં જોવું છું. 5 સપ્ટેમ્બર ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મ દિવસ છે. દેશ તેમણે શિક્ષક દિવસ તરીકે ઉજવે છે. વધુમાં મોદીએ તેમના શિક્ષકને યાદ કરતાં કહ્યું હતું કે મારા એક શિક્ષક જે 90 વર્ષના થઇ ગયા છે. આજે પણ દર મહિને તેમની ચિઠ્ઠી આવે છે.

થોડા દિવસોમાં ગણેશોત્સવ આવવાનો છે. ગણેશજી વિધ્યહર્તા છે. ગણેશ ઉત્સવ પર લોકમાન્ય તિલકજીની યાદ આવે છે. સાર્વજનિક ગણેશોત્સવ તેમની જ દેણ છે. તેમણે ગણેશોત્સવને સમાજ સંસ્કારનું પર્વ બનાવી દીધુ. લોકમાન્ય તિલકે આપણને સ્વરાજ્ય આપણો જન્મસિદ્ધ અધિકારી છે તેવો મંત્ર આપ્યો. ગણેશોત્સવથી આપણે આ મંત્રને જીવનમાં ઉતારવો જોઈએ. હવે ફક્ત મહારાષ્ટ્રમાં જ નહીં પરંતુ દુનિયાના દરેક ખૂણે ગણેશ ઉત્સવ ઉજવવામાં આવે છે. લોક શિક્ષકનું મોટું અભિયાન ગણેશ ઉત્સવ દ્વારા ચાલે છે. ઉત્સવો વગર જીવન અસંભવ છે. પ્રદૂષણ થાય નહીં તે માટે મોદીએ કહ્યું કે ગામના તળાવની માટીના બનેલા ગણેશજીનો ઉપયોગ કરો. આપણે માટીનો ઉપયોગ કરીને ગણેશ, દુર્ગાની મૂર્તિઓ બનાવીને આપણે એ જૂની પરંપરાઓ પર પાછા આવીએ. ગણેશ ચતુર્થી માટે તેમને દરેક લોકોને શુભેચ્છા પાઠવી હતી.

ભારતની એક પુત્રી મલમ્માએ શૌચાલય માટે સત્યાગ્રહ કર્યો. ગામડાના પ્રધાને એક અઠવાડિયાની અંદર 18 હજાર રૂપિયાની સગવડ કરીને ટોઈલેટ બનાવડાવ્યું. 15 જૂલાઈના રોજ છત્તીસગઢના કબીરધામમાં સવા લાખ વિદ્યાર્થીઓએ માતા-પિતાને સામૂહિક પત્ર લખ્યો. તેમણે કહ્યું કે અમારા ઘરમાં ટોઈલેટ હોવા જોઈએ. તેનો એટલો પ્રભાવ પડ્યો કે પત્ર લખ્યાના એક દિવસ બાદ માતા પિતાએ ટોઈલેટ બનાવવાનું નક્કી કર્યું. ભારત રત્ન મધર ટેરેસાને 4થી સપ્ટેમ્બર સંતની પદવી આપવામાં આવશે. તેમણે જીવનભર ભારતના ગરીબોની સેવા કરી. તેમને સંતની પદવી મળવાની જાહેરાત પર ભારતને ગર્વ છે. આ અવસરે વિદેશ મંત્રી સુષમા સ્વરાજના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળ મોકલવામાં આવશે.

મોદીએ વધુમાં કહ્યું હતું કે તમે 2-3 મિનીટની સ્વચ્છતાની ફિલ્મ બનાવો, અને આ શોર્ટ ફિલ્મ ભારત સરકારને મોકલી દો. તેની હરિફાઇ થશે અને 2 ઓક્ટોબરે ગાંધી જયંતી પર વિજેતાઓને ઇનામ આપવામાં આવશે. મોબાઇલ ફોનના કેમેરાથી પણ આ ફિલ્મ બનાવી શકો છો.

કાશ્મીર મુદ્દે મોદીએ જણાવ્યું હતું કે કાશ્મીરમાં કંઇ પણ થાય, નૌજવાનો કે સુરક્ષાકર્મીઓના જીવ જાય છે તો નુકસાન આપણા દેશને જ છે. જે લોકો નાના બાળકોને આગળ કરીને અશાંતિ ફેલાવવાનો પ્રયત્ન કરે છે તેને જવાબ આપવો જ પડશે. મને મારા સવા સો કરોડની જનતા પર ભરોસો છે.

You might also like