કાશ્મીરના યુવાનોએ આતંકવાદ અને પર્યટનમાંથી એક રસ્તો પસંદ કરવો પડશે: PM મોદી

નવી દિલ્હી: PM મોદી જમ્મુ કાશ્મીર હાઇવે પર ચેનાની અને નાશિરીની વચ્ચે દેશની સૌથી લાંબી સુરંગનું ઉદઘાટન કર્યા બાદ ઉધમપુરમાં એક જનસભા સંબોધિત કરી રહ્યા હતા. જનસભાને સંબોધન કરતા પહેલા પીએમએ ખુલ્લી જીપમાં જમ્મુ કાશ્મીરની મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી સાથે સુરંગની સમીક્ષા કરી.

પીએમ મોદીનું સંબોધન:

– પીએમ મોદીએ કહ્યું કે અહીંયા જે લોકો પણ ઉપસ્થિત છે એ બધા મળીને આ સુરંગનું ઉદઘાટન કરો. દરેક લોકો પોતાનો ફોન નિકાળો, ફ્લેશ કરો. લોકોએ પોતાના ફોનની ફ્લેશથી રોશની કરી.

– હિમાલયની ગોદમાં આ સુરંગ બનાવીને આપણે હિમાલયની રક્ષા કરી છે.

– હું કાશ્મીરના યુવાનોને કહું છું. પથ્થરની તાકાત શું હોય છે. એક બાજુ કેટલાક નૌજવાનો પથ્થર મારવામાં લાગ્યા છે અને કેટલાકે આ પથ્થર કાપીને આ સુરંગ બનાવી લીધી.

– આ સુરંગ કાશ્મીર માટે નવા વેપારનો માર્ગો ખોલશે.

– કાશ્મીરના યુવાનોએ આતંકવાદ અને પર્યટનમાંથી એક રસ્તો પસંદ કરવો પડશે.

– કાશ્મીરમાં આવી 9 સુરંગ બનાવવાની યોજના છે.

– હિંદુસ્તાનથી કાશ્મીરનું જોડાણ માત્ર રસ્તાનું નહીં હોય, દિલોનું નેટવર્ક બનનાર છે.

– આ સાથે જ પીએમ એ પોતાનું ભાષણ સમાપ્ત કર્યું.

ચેનાનીથી નાશિરીની વચ્ચે બનેલી સુરંગ દેશની સૌથી મોટી સુરંગ તો છે જ પણ સૌથી સ્માર્ટ પણ છે. એમાં વિશ્વસ્તરીય ખુબીઓ છે. કડક સુરક્ષા રાખવામાં આવી છે. સુરંગની અંદર એવા કેમેરા લાગેલા છે જે 360 ડિગ્રી વ્યૂ આપે છે. સાથે સુરંગમાં મોબાઇલ નેટવર્કથી લઇને ઇન્ટરનેટ ચાલે છે.

આ સુરંગ 9.2 કિલોમીટરની છે, જે ઉધમપુર જિલ્લાની ચિનૈની વિસ્તારથી શરૂ થઇને રામબન જિલ્લાના નાશરી નાલા સુધી બનાવવામાં આવી છે. આશરે 300 કિલોમીટર જમ્મુ કાશ્મીર નેશનલ હાઇવે પર 3720 કરોડ રૂપિયાના ખર્ચથી ચિનેની નાશરી સુરંગ બનીને તૈયાર થઇ ગઇ છે.

http://sambhaavnews.com/

You might also like