પોસ્ટ પેમેન્ટ બેન્કનો પ્રારંભ, PM મોદીએ કહ્યું ‘ડાકિયા આયા, બેંક લાયા’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી ખાતે તાલકટોરા મેદાનમાં ‘ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટસ બેન્ક’ (આઇપીપીબી)ને લોન્ચ કરી દીધી છે. આઇપીપીબીની દેશભરમાં 650 શાખા તેમજ 3250 એક્સેસ પોઇન્ટ છે. આ કાર્યક્રમમાં ઘણા પ્રધાનો, વિધાયક તેમજ સાંસદ સહિત દિગ્ગજ ઉપસ્થિત રહ્યાં.

આઇપીપીબીને લોન્ચ કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે એક સપ્ટેમ્બર 2018ને દેશના ઇતિહાસમાં એક અભૂતપૂર્વ સુવિધાની શરૂઆત કરવા માટે યાદ કરવામાં આવશે. આ સાથે દેશની 1.55 લાખ પોસ્ટ ઓફિસ 31 ડિસેમ્બર 2018 સુધી આઇપીપીબી પ્રણાલી સાથે જોડી દેવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે 12 મોટા ડિફોલ્ટર, જેણે 2014 પહેલા લોન આપવામાં આવી હતી. જેની એનપીએની રકમ અંદાજે પોણા બે લાખ કરોડ રૂપિયા છે. તેમના વિરુધ્ધ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે અને તેના પરિણામ પણ સામે આવી રહ્યાં છે.

આ પ્રકારની 27 વધુ મોટા લોન ખાતા છે, જેમાં એક લાખ કરોડ રૂપિયા એનપીએ છે. પીએમ કહ્યું કે અમારી સરકારે એનપીએની સચ્ચાઇ, ગત સરકારના આ કૌભાંડને દેશની સામે લઇને આવી છે. પીએમ મોદીએ પોસ્ટ બેન્કના ઉધ્ધાટન પ્રસંગે સંબોધન કરતા કહ્યું કે પોસ્ટ વિભાગ દ્વારા બેન્ક સેવાનો પ્રારંભ કરાયો છે.

દરેક ગરીબ માટે આ સેવા છે. દેશના ખુણે-ખુણે બેન્કની સેવા મળશે. દેશના દરેક ગરીબ ઘર સુધી બેન્ક પહોંચી છે. દેશના 650 જિલ્લામાં પોસ્ટ બેન્કની સુવિધા મળશે. આમ હવે પોસ્ટમેન હરતી ફરતી બેંક છે. પોસ્ટ બેન્ક દેશના અર્થતંત્રમાં મોટું પરિવર્તન લાવશે.

પોસ્ટ બેન્કમાં વેપારી કરંટ ખાતુ પણ ખોલાવી શકશે. મનરેગા તથા અન્ય સબસીડીની રકમ પણ પોસ્ટ બેન્કમાં જમા થશે. આજથી ડાકિયા આયા, બેંક લાયા એમ પીએમ મોદીએ જણાવ્યું.

You might also like