દેશમાં 72મા સ્વાતંત્રતા પર્વની ઉજવણી, PM મોદીએ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો

સમગ્ર દેશમાં આજે 72માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજને ફરકાવામાં આવ્યો છે.

આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજઘાટ પહોંચ્યા હતા. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજાટ પર ગાંધીને શ્રધ્ધાંજલી અર્પી. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પહોંચ્યા હતાં. જયાં પીએમ મોદીનું રક્ષાપ્રધાન નિર્મલા સિતારમણે સ્વાગત કર્યું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેસરી સાફામાં સજ્જ થઇને લાલ કિલ્લા પર પહોંચ્યા છે. લાલ કિલ્લા પર સેનાના ત્રણેય પાંખોના વડાપણ હાજર રહ્યાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગાર્ડ ઓફ ઓનરથી સ્વાગત કરાયું. લાલ કિલ્લા પર ભાજપ પ્રમુખ અમિત શાહ, એલ. કે. અડવાણી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યાં.

You might also like