જુલાઇમાં ઇઝરાયલ જશે મોદી, ભારતને મળશે મસાઇલથી લેસ ડ્રોન

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જુલાઇમાં પ્રસ્તાવિત પોતાની ઇઝરાયલ મુલાકાતમાં ઘણા મોટા કરાર પર હસ્તાક્ષર કરી શકે છે. યાત્રા દરમિયાન ઇઝરાયલથી મિસાઇલ ડ્રોન ભારત આવવા તૈયાર હશે, આ ડ્રોન સીમા પારથી થનારા હુમલાને રોકવામાં સક્ષમ હશે. આ સફરમાં ભારત અને ઇઝરાયેલની વચ્ચે 40 કરોડ અમેરિકન ડોલરની ડીલ થઇ શકે છે.

મળતી માહિતી અનુસાર ઇઝરાયલ મુલાકાત પર જે મિસાઇલને લઇને કરાર થવાનો છે એ ઇઝરાયલમાં લગભગ તૈયાર છે. એ હેરોન ટીપી સશસ્ત્ર ડ્રોન મિસાઇલ દુશ્મનને શોધીને એને ખતમ રકરવામાં સક્ષમ છે.

ભારત પહેલાથી સૌથી વધારે હથિયાર ઇઝરાયલ પાસેથી જ ખરીદે છે, તો બીજી બાજુ ઇઝરાયલ પણ પીએમ મોદીના મેક ઇન ઇન્ડિયામાં ઘણો રસ દાખવી ચૂક્યા છે. પહેલા આ દરેક ડ્રોન મિસાઇલ સપ્ટેમ્બર 2015માં ભારત આવવાની હતી, પરંતુ એમા મોડું થયું અને હજુ હવે ભારતને મિસાઇલ મળશે.

ફેબ્રુઆરીમાં બેંગ્લોરમાં થયેલા એર શો માં ઇઝરાયેલે હેરોન ટીપી ડ્રોનને પ્રદર્શિત કર્યું હતું, જ્યાર બાદ સપ્ટેમ્બર 2015માં એની ખરીદીને લઇને રક્ષા મંત્રાલયની મંજૂરી મળી હતી. 2012માં પણ યૂપીએ સરકાર દરમિયાન આ પ્રકારનો પ્રસ્તાવ આવ્યો હતો. પરંતુ હવે રાજનીતિક સમર્થન ના મળવાના કારણે આ પાસ થઇ શક્યો નહતો.

આ દરેક ડ્રોન ઉપરાંત ભારતીય એરફોર્સ પણ ઇઝરાયલના હોપી યૂએવીનો ઉપયોગ કરે છે, પરંતુ એમાં મિસાઇલનો ઉપયોગ થતો નથી.

http://sambhaavnews.com/

You might also like