મોદી કળિયુગના રામઃ સાક્ષી મહારાજ

અલીગઢ: ભારતીય જનતા પાર્ટીના ઉત્તર પ્રદેશના ઉન્નાવના સાંસદ સાક્ષી મહારાજે અહીં કહ્યું હતું કે, ત્રેતાયુગમાં જેવી રીતે ભગવાન શ્રીરામનો જન્મ રાક્ષસોનો સંહાર કરવા માટે થયો હતો, એવી જ રીતે કળિયુગમાં નરેન્દ્ર મોદીનો જન્મ થયો છે. એક કાર્યક્રમમાં ભાગ લેવા આવેલ સાક્ષી મહારાજે કહ્યું હતું કે જે પ્રકારથી ભગવાન શ્રીરામે ત્રેતાયુગમાં ધરતી પરથી અસુરોનો નાશ કર્યો હતો, બરાબર તેવા જ પ્રકારથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી કળિયુગમાં અસુરોના નાશ કરવાના કાર્યક્રમમાં જોડાયેલા છે.

પોતાના પર ભરોસો વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે, વડા પ્રધાન મોદી ધરતી પરથી અસુરોનો નાશ કર્યા પછી જ દમ લેશે. સાક્ષી મહારાજે ભારત માતાની જયના વિવાદ અંગે કહ્યું કે કેટલાક લોકો કહે છે કે ભારત માતાની જય નહીં બોલે પરંતુ તે લોકો ભારત માતાનું નામ જરૂર લેતા હોય છે.

You might also like