PM મોદીએ સાંસદો-ધારાસભ્યો સાથે APPથી કર્યો સંવાદ, હોસ્પિટલમાં જઇ સેવા આપે ધારાસભ્ય…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂ ઇન્ડિયા નરેન્દ્ર મોદી એપ દ્વારા સાંસદો, ધારાસભ્યો અને કેન્દ્રી પ્રધાનો સાથી સંવાદ કર્યો છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધારાસભ્યોને હોસ્પિટલમાં જઇને સેવા આપવા જણાવ્યું છે. ખેડૂતો માટે થઇ રહેલા કામનો સાંસદ અને ધારાસભ્ય પ્રચાર કરે. ગરીબ વ્યક્તિ બેન્કમાંથી લોન લઇને ક્યારે ભાગતો નથી. પીએમ મોદીએ કહ્યું કે ભાજપમાં સૌથી વધારે દલિત અને ઓબીસી સાંસદ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા વીડિયો કોન્ફરન્સથી કેબિનેટમાં લેવાયેલા નિર્ણયો પર ચર્ચા કરી. પીએમ મોદીએ ગુજરાતના કિરિટ સોલંકી સાથે સંવાદ કર્યો. પીએમ મોદીએ સ્વચ્છતા મિશન આગળ વધારવાનું આહવાન કર્યું. વડાપ્રધાનના આ એપ સંબોધનમાં ગુજરાતના ધારાસભ્યો અને સાંસદો પણ જોડાયા હતા.

પીએમ મોદીએ એપ સંબોધનમાં કહ્યું કે ગામમાં સંગઠન બને તો સમરસ ગામ બને. ગામની એકતાથી જ ગામનો વિકાસ શક્ય બને છે. સમાજમાં ઓછા તણાવથી વિકાસ વધશે.

You might also like