PM મોદીએ GMERS હોસ્પિટલ સહિતનાં વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેઓએ આજે સુરત થઇને વલસાડ ખાતે પહોંચ્યાં હતાં. જ્યાં તેઓએ જૂજવા ગામની મુલાકાત લીધી હતી. જૂજવા ગામમાં PM મોદીએ 586 કરોડની સિંચાઇ યોજનાનું ખાતમુહુર્ત કર્યું હતું.

આ યોજના બાદ હવે ધરમપુર અને કપરાડાનાં અંતરિયાળ ગામોને પીવાનું પાણી મળી રહેશે. ત્યાર બાદ PM મોદીએ 1 લાખ 17 હજાર જેટલાં આવાસોનું લોકાર્પણ કર્યું હતું. 1 લાખ લાભાર્થીઓને ગૃહ પ્રવેશ પણ કરાવ્યો હતો. PM મોદીએ આવાસ યોજનાનાં લાભાર્થીઓ સાથે સીધો જ સંવાદ કર્યો હતો.

મહત્વનું છે કે હવે વલસાડથી PM મોદી જૂનાગઢ ખાતે પહોંચ્યાં હતાં. અહીં તેઓએ સંબોધન કર્યું. જૂનાગઢમાં નવી સિવિલ હોસ્પિટલનાં ઉદ્ઘાટન કાર્યક્રમમાં તેઓ પહોંચ્યાં હતાં. ત્યારે CM રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, કૃષિમંત્રી આર.સી.ફળદુ સહિતનાં નેતા કાર્યક્રમમાં હાજર રહ્યાં છે. અહીં PM મોદીને સ્મૃતિ ચિહ્ન ભેટ કરાયું.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સંબોધનઃ
જૂનાગઢમાં હોસ્પિટલ ઉદ્વાટન કાર્યક્રમમાં ડે. સીએમ નીતિન પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, રાજ્યમાં સરકારે મેડિકલની બેઠકોમાં વધારો કર્યો. GMERS સોસાયટી બનાવીને મેડીકલ કૉલેજ બનાવાઇ છે.

અમદાવાદ, વડોદરા, વડનગર, જૂનાગઢ, પાટણમાં પણ મેડીકલ કોલેજો શરૂ કરાઇ છે. PM નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટીથી બેઠકોમાં પણ સારો એવો વધારો થયો છે. સરકારે ગંભીર રોગોની સારવાર માટે વાત્સલ્ય યોજના શરૂ કરી છે.

જૂનાગઢમાં CM વિજય રૂપાણીનું સંબોધનઃ
CM રૂપાણીએ જણાવ્યું કે, જૂનાગઢની અદ્યતન હોસ્પિટલમાં ગરીબોને વિશેષ સારવાર મળશે. કોર્પોરેશન, ડેરી અને ફિશારઈઝનાં કામોનાં લોકાર્પણ થયાં. આજે વિકાસનાં અનેક કાર્યોનું લોકાર્પણ થયું છે. ગુજરાત સમગ્ર ભારતમાં વિકાસનું રોલ મોડલ બન્યું છે.

વિકાસને આગળ વધારવા આપણે કટિબદ્ધ છીએ. ગુજરાતમાં આજે 9 સરકારી મેડિકલ કોલેજો ચાલુ છે. PM જ્યારે CM હતાં ત્યારે વિકાસ યાત્રાનો પ્રારંભ કરાવ્યો. કેન્દ્ર સરકારે આયુષ્યમાન યોજના લાગું કરી છે.

PM મોદીએ જૂનાઢમાં ગુજરાતીમાં સંબોધનની શરૂઆત કરી. જેમાં PM મોદીએ સંબોધન કરતાં કહ્યું કે, PM બન્યાં બાદ હું બીજી વખત જુનાગઢ આવ્યો છું. સમગ્ર ગુજરાતની યાત્રા કરવાનો મને અવસર મળ્યો. ગિરનારનો સાદ એવો છે કે જાણે અહીં તો આપણાપણું લાગે.

જુનાગઢનાં જુના મિત્રોને જોઇ મને આનંદ આવ્યો. રક્ષાબંધન પૂર્વે બહેનોને પોતાનું ઘર મળ્યું. મને આવતી કાલનાં ગુજરાતનાં દર્શન થાય છે. આપણો દેશ બદલાઇ રહ્યો છે. ગીરનાં જંગલમાં એક મતદાર માટે ચૂંટણી પંચ ત્યાં પણ પહોંચે છે. નારસિંહ ભાઇને સ્મરણ કરું છું. વલસાડમાં અદભૂત કાર્યક્રમ કર્યો. જૂનાગઢનાં જીવનમાં મેડિકલ કોલેજ એ કેન્દ્ર બિંદુ બની.

આવતી કાલનાં સ્વસ્થ ગુજરાતનું સપનું છે. PM મોદીએ ભીખુદાન ગઢવીનાં હાલચાલ પૂછ્યાં. PM મોદીએ ભાજપનાં કાર્યકર નારસિંહ પઢિયારને યાદ કર્યા. એક મતદાર માટે મતદાન મથક ઉભું કરાયું છે. WHOનાં રિપોર્ટ પ્રમાણે સ્વચ્છતાનાં કારણે 3 લાખ બાળકોને બચાવી શક્યાં. 70 વર્ષ પહેલ જો કામ થયાં હોત તો દેશ બીમાર ન હોત.

ખુલ્લામાં “શૌચમુક્ત ભારત” બનાવવાનું સપનું છે. હવે કોઇ જ બેઇમાની નથી થતી. ગુજરાતે મને મોટો બનાવ્યો છે. 25 સપ્ટેમ્બરથી દેશભરમાં આયુષ્માન યોજનાનો પ્રારંભ થશે. 25 સપ્ટેમ્બરથી આયુષ્યમાન ભારત યોજના શરૂ થશે. 25 સપ્ટેમ્બરે પંડિત દીનદયાળનો જન્મ દિવસ છે. ભારતમાં 1.50 લાખ આરોગ્ય ધામ નિર્માણની યોજના મળશે. 10 કરોડ પરિવારને આરોગ્ય સુવિધા આપવાનો હેતુ છે.

નાના શહેરોમાં નવી હોસ્પિટલોનું નિર્માણ થશે. ડેરીઓનાં કારણે સૌરાષ્ટ્ર-કચ્છનાં લોકોને ફાયદો થયો. 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય છે. ફિશરઝી કોલેજમાં વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણ મળશે. અગાઉની સરકારમાં બધું જ રામભરોસે ચાલતું. મધઉછેરથી ખેડૂતોની આવકમાં વધારો થયો છે. મધનું એક્ષપોર્ટ એક જ વર્ષમાં ડબલ થયું.

ખેડૂતોને પાકનાં ટેકાનાં ભાવો મળતા થયાં. ખેડૂતો માટે સિંચાઇ માટે પુરતી વ્યવસ્થા ઉપલબ્ધ છે. જૂની 99 સિંચાઈ યોજનાઓ પૂર્ણ કરવા કામ હાથ ધરાયું છે. શ્રાવણ માસમાં ગીરનારનું ઘણું મહત્વ છે. PM મોદીએ ગુજરાતનાં લોકોને રક્ષાબંધનની શુભકામનાઓ પાઠવી.

You might also like