ભૂપેન હજારિકા નામથી ઓળખાશે દેશનો સૌથી લાંબો પુલ

નવી દિલ્હીઃ  મોદી સરકારે આજે કેન્દ્રમાં ત્રણ વર્ષ પૂરા કર્યા છે. ત્યારે આ પ્રસંગે મોદી સરકારે દેશના સૌથી લાંબા પુલનું ઉદ્ધાટન કર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામ બ્રહ્મપુત્ર નદી પર દેશના સૌથી મોટા પુલને ઉદ્ધાટન કરી તેને ભૂપેન હજારિકા નામ આપ્યું છે. પ્રધાનમંત્રી મોદીએ તિનસુકિયામાં પ્રજાને સંબોધિત કરતા જણાવ્યું કે કેટલાય વર્ષોથી જેની રાહ જોવાઇ રહી હતી તે પુલ શરૂ થઇ ગયો. મોદીએ કહ્યું કે આજે ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. છેલ્લાં પાંચ દશકથી તમે જેની રાહ જોઇ રહ્યાં હતા તે બ્રિજ હવે તૈયાર થઇ ગયો છે. તેનાથી સમય અને ખર્ચ બંનેનો બચાવ થશે. ડીઝલની પણ બચત થશે. રોજ સામાન્ય નાગરિકના દસ લાખ રૂપિયા બચશે.

પુલનું નામ મહાનપુરૂષ ભૂપેન હજારિકાના નામ પર રાખવામાં આવ્યું છે. કોંગ્રેસ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે જો દેશમાં અટલજીની સરકાર હોત તો 10 વર્ષ પહેલાં જ આ પુલ દેશને મળી ગયો હોત. પીએમ મોદી સાથે આસામના સીએમ સર્બાનંદ સોનોવાલ અને કેન્દ્રિય પરિવહન મંત્રી નિતિન ગડકરી પણ હાજર હતા. ખાસ વાત તો એ હતી કે પીએમ મોદી પ્રોટોકોલ તોડીને પુલ પર ચાલતા ગયા હતા.

http://sambhaavnews.com/

You might also like