સુભાષચંદ્ર બોઝ જયંતીઃ મોદીએ લાલ કિલ્લામાં સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું

(એજન્સી) નવી દિલ્હી: નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૨મી જન્મ જયંતીના અવસર પર આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા પર સુભાષચંદ્ર બોઝ સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું છે. આ સંગ્રહાલયમાં સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિન્દ ફોઝ સાથે જોડાયેલી વસ્તુઓને પ્રદર્શિત કરાઈ છે.

આ ઉપરાંત વડા પ્રધાન આજે ‘યાદ-એ-જલિયા સંગ્રહાલય’ (જલિયાવાલા બાગ અને પ્રથમ વિશ્વ યુદ્ધ પર સંગ્રહાલય) અને ૧૮૫૭ (પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ) પર સંગ્રહાલય અને ભારતીય કળા પર દૃશ્યકલા સંગ્રહાલય પણ ગયા હતા.

એવું જણાવવામાં આવી રહ્યું છે કે આ સંગ્રહાલયમાં નેતાજી દ્વારા ઉપયોગમાં લેવાયેલી લાકડીઓની ખુરશી અને તલવાર ઉપરાંત આઈએનએ સંબંધિત પદક બેજ વર્ધી અને અન્ય વસ્તુઓ સામેલ છે. ઉલ્લેખનીય છે કે આઈએનએ વિરુદ્ધ જે કેસ નોંધાયો હતો તેની સુનાવણી લાલ કિલ્લામાં થઈ હતી. આજ કારણ છે કે ત્યાં સંગ્રહાલય બનાવવામાં આવ્યું છે.

સંગ્રહાલયમાં આવનારા લોકોને બહેતરિન અનુભવ આપવા માટે ડિઝાઈન કરાઈ છે. જેમાં ફોટો, પેઈન્ટિંગ, ન્યૂઝ પેપરનું ક્લિપિંગ, પ્રાચીન રેકોર્ડ, ઓડિયો-વીડિયો ક્લિપ, એનિમેશન અને મલ્ટી મીડિયાની સુવિધા થશે.

ઉલ્લેખનીય છે કે હમણાં થોડા સમય પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદ-એ-હિન્દ ફોઝ દ્વારા આંદામાન નિકોબારમાં ફરકાવાયેલા તિરંગામાં ૭૫ વર્ષ પૂરાં થતાં તેની મુલાકાત લીધી હતી. આ દરમિયાન વડા પ્રધાને ત્રણ દ્વીપના નામ સુભાષચંદ્ર બોઝના નામ પર કરવાની જાહેરાત કરી હતી. આંદામાનમાં હેવલોક દ્વીપનું નામ સ્વરાજ દ્વીપ, નીલ દ્વીપનું શહીદ દ્વીપ અને રોસ દ્વીપનું નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વીપનું નામકરણ કરાયું છે.

You might also like