અબૂ ધાબીમાં PM ‘મોદી મોદી’ના નારા ગૂંજ્યા, મોદીએ કોંગ્રેસ પર કર્યાં પ્રહારો

વડાપ્રધાન મોદીએ ઓપેરા હાઉસમાં મંદિરનું ખાતમૂર્હત કર્યાં બાદ કહ્યું કે, ‘આ મંદિર વિશ્વ વસુધૈવકુંટુંબકમનો અનુભવ કરવાનો મોકો આપે છે. મંદિર માનવતાનું એક માધ્યમ છે.’

તેમણે UAEમાં વસતા ભારતીયોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ‘વિશ્વ સ્તરના સંમેલનમાં ભારતનું સન્માન સૌભાગ્યની વાત છે. યુએઈમાં નાનું ભારત વસે છે. ભારતમાં હવે નિરાશાનો દોર ખત્મ થઈ ગયો છે. ચાર વર્ષની અંદર દેશના વિચારો બદલાઈ ગયા છે. હવે ભારતમાં લોકો એ નથી પૂછતા કે આ કામ કંઈ રીતે થાય છે?’

ઉલ્લેખનીય છે કે UAEમાં સ્વામિનારાયણ ભગવાનનું મંદિર 1 હજાર કરોડના ખર્ચે બનાવવામાં આવશે. વડાપ્રધાન મોદીએ ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કરતાં કહ્યું કે, ‘ભારતમાં કારોબારના રેકિંગમાં સુધારો થયો છે. અમે આટલાથી રોકાવાના નથી અને હજુ સુધારો કરવાના છીએ. અમે એવા કામો કરીશું કે જે તમને આપોઆપ પ્રિય લાગલા લાગશે. અમે દરેકને સાથે લઈને ઉચ્ચ સ્તરે પહોંચીશું. 17 વર્ષ જૂની વ્યવસ્થાને બદલવામાં સમય તો લાગે જ છે.’

વડાપ્રધાન મોદી આજે રવિવારે અબુ ધાબીના વૉર મેમોરિયલ વહાત-અલ-કરમા પહોચ્યા હતા, જ્યાં તેમણે UAEના શહિદોને શ્રદ્ધાંજલિ આપી હતી. વડાપ્રધાન મોદી પોતાની યાત્રાના બીજા દિવસે જોર્ડન થઈને ત્રણ દિવસોની યાત્રામાં અબુ ધાબી પહોંચ્યા હતા. વડાપ્રધાને જ્યારે સમિટમાં બોલવાનું શરૂ કર્યું ત્યારે લોકો ‘મોદી..મોદી..’ના નારા લગાવી રહ્યા હતા. મોદીએ પણ ભારતીયોનું અભિવાદન કર્યું હતું.

વર્લ્ડ ગવર્મેન્ટ સમિટમાં PM મોદીએ સંબોધન કરતાં કહ્યું કે, ‘UAEમાં ભારત વસે છે, તેથી આપણાપણાની લાગણી થાય છે. અખાતી દેશોના વિકાસમાં ભારતીયોએ ઘણો ફાળો ભજવ્યો છે. ‘

તેમણે ભારતના વખાણ કરતાં કહ્યું કે, ‘ભારતમાં હવે વિચારો બદલાયા છે. પાષાણયુગથી ઔદ્યોગિર ક્રાંતિમાં ઘણો સમય લાગ્યો, પણ હવે ડિઝિટલ ક્રાંતિ થોડા જ સમયમાં આવી ગઈ. હવે ટેકનોલોજી વિચારની ગતિ પ્રમાણે બદલાય છે. હવે ભારતમાં હવામાન વિભાગની આગાહીથી ખેડૂતો પાકને બચાવી શકે છે. ટેકનોલોજીએ માનવીના જીવનને પ્રભાવિત કર્યું છે. ટેકનોલોજીની તાકાતને સમજવી જોઈએ.’

You might also like