વિયેતનામમાં પીએમ મોદીનું ગ્રાન્ડ વેલકમ, આજે જશે ચીન

હનોઇઃ પીએમ નરેન્દ્ર મોદી ચીન પહેલાં વિયેતનામ પહોંચ્યા હતા. જ્યાં રાજધાની હનોઇમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હનોઇમાં પીએમ મોદીએ પોતાના વિયેતનામી સમકક્ષ સાથે પણ મુલાકાત કરી હતી. વિયેતનામ બાદ પીએમ મોદી ચીનના હાંગ્જો માટે રવાના થયા છે. જ્યાં 4 અને 5 સપ્ટેમ્બર જી-20 સમિટમાં તેઓ ભાગ લેશે.

પોતાના નિશ્ચિત શિડ્યુલ પ્રમાણે પીએમ મોદી સૌથી પહેલાં શહીદ જવાનોના સ્મારક સ્થળ પર ગયા હતા. મોદીએ હનોઇમાં જ 20મી સદીના સર્વશ્રેષ્ઠ નેતાઓમાંના એક એવા ચિ મિન્હની સમાધિ પર શ્રદ્ધાંજલિ આર્પિત કરી હતી. ત્યાર બાદ વિયતનામમમાં રાષ્ટ્રપતિ ભવનમાં પીએમ મોદીનું ઔપચારીક સ્વાગત કરવામાં આવ્યું હતું. વિયતનામમાં પીએમ ગુયેન જુઆન કુલ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે અનેક મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી. મળતી માહિતી મુજબ બંને દેશો વચ્ચે 10 મુદ્દાઓ પર સહમતી સધાઇ છે. આ સહમતી ડિફેન્સ, હેલ્થ અને સ્પેસ સાથે જોડાયેલા છે.

વિયેતનામ અને ભારત વચ્ચે ટોપ 10 વ્યવસાયી ભાગીદારીમાંની એક છે. વિયેતનામ ભારત સાથે વ્યવસાયિક ભાગીદારીમાં 28માં નંબર પર આવે છે. વર્ષ 2013માં બંને દેશો વચ્ચે 5.23 બિલિયન ડોલરનો વ્યાપાર થયો હતો. જ્યારે ગત વર્ષની તુલનામાં તેમાં 32.8 ટકાનો વધારો થયો છે. વર્ષ 2014માં આ આંકડો વધીને 5.60 બિવિયન ડોલર થયો હતો. બંને દેશો વચ્ચે વર્ષ 2020 સુધી 15 બિલિયન ડોલરના વ્યાપારનો લક્ષ્યાક છે.

You might also like