પર્યટનને પ્રોત્સાહન આપવા માટે હિમાચલ પર ખાસ ધ્યાન: PM મોદી

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શિમલામાં એક રેલીને સંબોધિત કરતાં કહ્યું હતું કે ઉત્તર પ્રદેશની હવા હવે ધીરે ધીરે હિમાચલમાં પણ આવી રહી છે, દિલ્હીની હવા પણ હિમાચલમાં આવશે. મોદીએ કહ્યું કે નોટબંધી અપ્રમાણિક લોકો પર કડક પ્રહાર હતો. મોદી બોલ્યા કે પ્રમાણિક પૂર્વક કામ કરનારા લોકો માટે આ યુગ સ્વર્ણિમ છે.

આ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશમાં સસ્તી ઉડાનની શરૂઆત કરી. પીએમ મોદીએ કહ્યું કે હિમાચલની ભૂમિના યુવા દેશમાં નવો ફેરફાર લાવી શકે છે. મોદીએ કહ્યું કે જો યુવાઓને ચાન્સ મળશે તો એ દેશની છાપ અને નસીબ બંને બદલી નાંખશે.

પહેલા વિમાનમાં રાજા, મહારાજ લોકો સફર કરતાં હતાં, એ સમયે એરલાઇન્સમાં પણ રાજા મહારાજા નો ફોટો લગાવેલો હતો મારા કહ્યા બાદ એ લોકોમાં અટલજીની સરકાર સમયે આર.કે.લક્ષ્મણમના કોમન મેનના લોકોલા લગાવવામાં આવ્યા. દેશનો ગરીહ હવાઇ ચંપલ પહેરે છે, હું ઇચ્છું છું કે હવાઇ ચંપલ વાળો વ્યક્તિ વિમાનમાં બેસે. આજે એ વાત સાચી પડી રહી છે.

મોદીએ કહ્યું કે ભારતમાં હવાઇ સેવાના વિસ્તાર માટે ઘણા પ્રસંગો છે. એમણે કહ્યું કે હવાઇ સર્ક્યુલર રૂટ બનશે તો સીખ યાત્રીઓ આનો લાભ ઊઠાવી શકશે. મોદીએ કહ્યું કે ટીયર-2ના શહેરોને હવાઇ સુવિધા સાથે જોડવાનો લક્ષ્ય છે. પીએમ મોદીએ કહ્યું કે વિમાનથી ઘણા લોકોનો સમય બચશે. મોદીએ કહ્યું કે બધા ઊડે, બધા જોડાય. એમણે કહ્યું કે આ સુવિધાથી હિમાચલ પ્રદેશના ટૂરિઝ્મને ખૂબ જ પ્રોત્સાહન મળશે. મોદીએ કહ્યું કે ન્યૂ ઇન્ડિયાના સપના પૂરા કરવામાં જળ શક્તિ અને વાયુ શક્તિને મજબૂત થવું ખૂબ જરૂરી છે.

http://sambhaavnews.com/

You might also like