હાઇકમાન્ડ કહેશે તેમ કરીશ, જાણો કોણ છે PM મોદીના હાઇકમાન્ડ…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કર્ણાટકના કોલારમાં જનસભાને સંબોધન કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધનમાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધીના વડાપ્રધાન પદના ઉમેદવારને લઇને આપેલા નિવેદન પર પલટવાર કર્યો. તે સિવાય પીએમ મોદીએ કહ્યું કે તેમનો હાઇકમાન્ડ કોણ છે અને કોના રિમોટ કન્ટ્રોલથી કામ કરી રહ્યાં છે.

રેલીને સંબોધન કરતાં પીએમ મોદીએ કહ્યું કે દિલ્હીમાં 10 વર્ષ મનમોહનસિંહ વડાપ્રધાન હતા, પરંતુ રિમોટ કંટ્રોલ 10 જનપથમાં મેડમ પાસે હતું. ચાર વર્ષથી કેન્દ્રમાં તમે મોદીની સરકાર બનાવી છે, અમારું પણ રીમોટ કંટ્રોલ છે. પરંતુ અમારું રિમોટ કંટ્રોલ 125 કરોડ હિન્દુસ્તાનીઓની પાસે છે.

આ જ અમારુ હાઇકમાન્ડ છે. પીએમ મોદીએ કહ્યું કે આ હાઇકમાન્ડ કહેશે કે મોદી બેસી જાઉ તો મોદી બેસી જશે. હાઇકમાન્ડ કહેશે કે ઉભા થઇ જાવ તો મોદી ઉભી થઇ જાશે. હાઇકમાન્ડ કહેશે કે મોદી ડાબી બાજુ જાવ તો ડાબી બાજુ જશે, હાઇકમાન્ડ કહેશે કે જમણી બાજુ જાવ તો જમણી બાજુ જશે. રેલીને સંબોધન કરતા પીએમએ કહ્યું કે ચાર વર્ષ બાદ પણ કોંગ્રેસ પોતાની હાર સ્વીકારતી નથી. સંસદ ચાલવા દેતી નથી.

You might also like