જાપાનમાં મોદી બોલ્યા, નોટબંધી એક ઉમદા સ્વચ્છતા અભિયાન

ટોકિયોઃ  દેશમાં 500-1000ની નોટો પર પ્રતિબંધ લાદી, આખા દેશના લોકોને દોડતા કરી દેનાર અને કાળાનાણા ધરાવતા લોકોની ઉંઘ હરામ કરી નાખનાર પ્રધાનમંત્રી મોદી હાલ જાપાન પ્રવાસે છે. ત્યારે જાપાનમાં પણ તેમણે ભરેલી નાણાની સર્જિકલ સ્ટ્રાઇક પર કાળાનાણા ધરાવતા લોકો પર છાબખા ઝીક્યા છે. જાપાનના ટોકિયોમાં ‘નમસ્તે અને કેમ છો’ કહીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાષણની શરૂઆત કરી હતી. તેમણે ગુજરાતના ભૂકંપ વખતે જાપાને કરેલી મદદ પર જાપાનનો આભાર વ્યક્ત કર્યો હતો.

તેમણે કહ્યું કે સમગ્ર વિશ્વમાં સૌથી ઝડપી ગતીએ ભારતની અર્થવ્યવસ્થા આગળ વધી રહી છે. સૌથી વધારે એફડીઆઇ ભારતને પ્રાપ્ત થઇ રહ્યો છે. દેશનો આર્થિક વિકાસ ઝડપથી વધી રહ્યો છે. 45000 કરોડ રૂપિયા ભારતના ગરીબોએ જમા કર્યા છે. આ ગરીબોની અમીરી છે.

મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ભારતનો સામાન્ય માણસ, જો તેને તક મળે તો બધુ જ કરી શકે છે. કાળાનાણા ધારકો પર છાબખા મારતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે પાપ કરનારા લોકો વધારે નથી. મુસીબત સવાસો કરોડને થઇ રહી છે. પહેલાં ગંગામાં જે આઠાના નાંખતા હતા હવે તેઓ નોટો પધરાવી રહ્યાં છે.

કેટલાક પુત્ર અને પુત્રવધુએ માતાના નામ પર 2.5 લાખ જમા કરાવી દીધા. હવે તે માતા મને આર્શીવાદ આપી રહી છે. 30 ડિસેમ્બર સુધી તમામ મુશ્કેલી દૂર થઇ જશે. ત્યાર બાદ પણ કાળાનાણા ધારકો પર સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. બેઇમાન લોકોને એવું લાગશે કે પૈસા બેંકમાં જમા કરવા તેના કરતા ગંગામાં વહાવી દેવા જોઇએ. નોટબંધી એક ઉમદા સ્વચ્છતા અભિયાન છે. આ કોઇને તકલીફ આપનાર નથી.

You might also like