93 દેશના સાધકો પ્રેમ કરે છે મોદી કહ્યું, ‘We love Modi’

દેહરાદૂનઃ ઋષિકેશમાં આયોજિત થઇ રહેલાં આંતરરાષ્ટ્રીય યોગ મહોત્સવ 2017ના બીજા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરસિંગ દ્વારા સાધકોને રૂબરૂ મળ્યા હતા. આ દરમ્યાન દેશ વિદેશથી આવેલા સાધકોએ વી લવ મોદીના નારા સાથે પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે યોગ માનવ પ્રકૃતિને નજીક લાવે છે. યોગ ભારતની ધરોહર છે.

યોગ સ્ટ્રેસને દૂર કરે છે. આ દરમ્યાન પીએમ મોદીએ દેશીના વૈજ્ઞાનિકોના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે યોગિઓની રીતે આપણા દેશના વૈજ્ઞાનિકો પણ સાધક છે. મોદીએ કહ્યું કે યોગથી જીવનમાં શાંતિ અને અનુસાશન આવે છે. યોગથી આપણે નવા યુગની શરૂઆત કરી શકીએ છીએ.

http://sambhaavnews.com/

You might also like