PM મોદી આજે ફરી ગુજરાતમાં, રાજ્યમાં 3 જગ્યાએ સભાઓ ગજવશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ હવે તારીખ નજીક આવતા બરાબર જામ્યો છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. મોદી આજે રાજ્યમાં ત્રણ જગ્યાએ સભા સંબોધશે.

વડાપ્રધાન સવારે 9.30 કલાકે ધંધુકામાં સભાને સંબોધન કરશે. ત્યારબાદ બપોરે 12 કલાકે દાહોદમાં જાહેર સભાને સંબોધશે અને ત્યાંથી સીધા ભરૂચ જિલ્લાના નેત્રંગ જવા માટે રવાના થશે. નેત્રંગમાં બપોરે 3 કલાકે દિવસની છેલ્લી સભામાં સંબોધન કરશે.

તેઓ આ સીટ પરથી લડી રહેલા ભાજપના ઉમેદવારોની માહિતી પણ આપશે. ઉપરાંત તેઓ હંમેશની જેમ રાહુલ અને કોંગ્રેસ પર વાર કરશે. આવતીકાલે કોંગ્રેસના રાહુલ ગાંધી પણ ફરીથી ગુજરાતની મુલાકાતે આવશે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ વડાપ્રધાન નવસારી આવ્યા હતા, જ્યાં તેમણે રાહુલ પર વાર કરતાં કહ્યું હતું કે, કોંગ્રેસને તેમના ઔરંગઝેબનું રાજ મુબારક. તેમણે ધરમપુરની સભામાં કહ્યું હતું કે, તમારે લોકોએ ગુજરાતને બદનામ કરનારાઓને 9 તારીખે સજા આપવાની છે.

You might also like