તિનસુકિયા જિલ્લામાં બનેલા સૌથી લાંબા પુલની પાછળ પચાસ વર્ષોથી રાહ જોવાતી હતી. આ અસમને અરુણાચલ પ્રદેશ સાથે જોડશે. એનાથી બંને રાજ્યોની વચ્ચે 165 કિલોમીટરનું અંતર ઓછું થઇ જશે. એટલે કે અસમ થી અરુણાચલ પ્રદેશ જવામાં 4 કલાક ઓછા લાગશે.
નોંધનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાની સરકારના 3 વર્ષ પૂરા થયાના પ્રસંગે અસમની મુલાકાતે છે, અહીંયા એમણે બ્રહ્મપુત્રની સહાયક લોહિત નદી પર બનેલા દેશના સૌથી લાંબા પુલનું ઉદ્ધાટન કરવાની સાથે ઘેમાજીમાં કૃષિ અનુસંધાન કેન્દ્રનો પાયો મૂક્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે 2022 સુધી ખેડૂતોની આવક બમણી થવી જોઇએ, હવે ધીરે ધીરે વધવાનો સમય નથી.
અહીંયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘આ માત્ર અસમ, નોર્થ ઇસ્ટ નહીં પરંતુ આખા હિંદુસ્તાનના ગ્રામીણ જીવનનું ભાગ્ય બદલનારો પાયો છે. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. આપણે એટલા નસીબદાર છીએ કે આપણને દરેક પ્રકારની ઋતુનો લાભ મળે છે. જે દેશનું જીવન કૃષિ પ્રધાન માનવામાં આવ્યું છે, મહાત્મા ગાંધીએ જે દેશમાં ગ્રામ રાજ્યથી રામ રાજ્યની કલ્પના કરી હોય, એ દેશમાં બદલાયેલા જમાના પ્રમાણે કૃષિ-ગ્રામીણ જગતને બદલવાની જરૂર છે.’
પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે આપણો દેશ વિવિધતાઓથી ભરેલો છે. અહીંની જમીન, ખેતીની પદ્ધતિ, બગીચા, ફળ, ફૂલો દરેક વિસ્તારની અલગ અલગ વિશેષતાઓ છે. એટલા માટે એ ક્ષેત્રની વિશેષતાઓને ધ્યાનામાં રાખીને કામ કરવું પડશે. કેવી રીતે એક હેલિકોપ્ટર અપ્રોચની સાથે આપણા કૃષિ જીવનમાં આધુનિકતા લાવવા ઇચ્છે છે. ખૂબ મોટું સપનું જોયું છે. આ સપનું હિંદુસ્તાનની દરેક ખેડૂતના જીવનને બદલવાનું એક સપનું છે.’
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદઃ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા શિક્ષકોના પડતર પ્રશ્નોના મુદ્દે આજે ગાંધીનગર વિધાનસભાને ઘેરાવ કરવા માટે નીકળેલા સેંકડો…
(એજન્સી) નવી દિલ્હી: સિયોલમાં આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દક્ષિણ કોરિયાના સૌથી મોટા ‘શાંતિ પુરસ્કાર’થી નવાજવામાં આવ્યાં છે. દુનિયાભરના એક…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરની અનેક ખાનગી હોસ્પિટલમાં સ્વાઇન ફલૂના દર્દી માટે અલગ આઇસોલેશન વોર્ડ ન હોવા છતાં ફક્ત કમાણી કરવાના…
અમદાવાદ: એસટીના કર્મચારીઓની હડતાળ આજે બીજા દિવસે પણ ચાલુ રહેતા મુસાફરો હલાકીમાં મુકાયા હતા. સરકારે ખાનગી બસોની વૈકલ્પિક વ્યવસ્થા કરવા…
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના તમામ ર૪૦ નવા-જૂના બગીચાની જાળવણી માટે નવેસરથી ક્વાયત આરંભાઇ છે. હાલના તંત્ર હસ્તકના…
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરની હાઉસિંગ બોર્ડ હસ્તકની હજારો એકર જમીનમાં ઊભા કરાયેલાં મકાનોનું રી ડેવલપમેન્ટ થઇ શકશે. ૭પ…