ગ્રામીણોનું ભાગ્ય બદલશે ઘેમાજી કૃષિ અનુસંધાન કેન્દ્ર: PM મોદી

તિનસુકિયા જિલ્લામાં બનેલા સૌથી લાંબા પુલની પાછળ પચાસ વર્ષોથી રાહ જોવાતી હતી. આ અસમને અરુણાચલ પ્રદેશ સાથે જોડશે. એનાથી બંને રાજ્યોની વચ્ચે 165 કિલોમીટરનું અંતર ઓછું થઇ જશે. એટલે કે અસમ થી અરુણાચલ પ્રદેશ જવામાં 4 કલાક ઓછા લાગશે.

નોંધનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાની સરકારના 3 વર્ષ પૂરા થયાના પ્રસંગે અસમની મુલાકાતે છે, અહીંયા એમણે બ્રહ્મપુત્રની સહાયક લોહિત નદી પર બનેલા દેશના સૌથી લાંબા પુલનું ઉદ્ધાટન કરવાની સાથે ઘેમાજીમાં કૃષિ અનુસંધાન કેન્દ્રનો પાયો મૂક્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે 2022 સુધી ખેડૂતોની આવક બમણી થવી જોઇએ, હવે ધીરે ધીરે વધવાનો સમય નથી.

અહીંયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘આ માત્ર અસમ, નોર્થ ઇસ્ટ નહીં પરંતુ આખા હિંદુસ્તાનના ગ્રામીણ જીવનનું ભાગ્ય બદલનારો પાયો છે. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. આપણે એટલા નસીબદાર છીએ કે આપણને દરેક પ્રકારની ઋતુનો લાભ મળે છે. જે દેશનું જીવન કૃષિ પ્રધાન માનવામાં આવ્યું છે, મહાત્મા ગાંધીએ જે દેશમાં ગ્રામ રાજ્યથી રામ રાજ્યની કલ્પના કરી હોય, એ દેશમાં બદલાયેલા જમાના પ્રમાણે કૃષિ-ગ્રામીણ જગતને બદલવાની જરૂર છે.’

પીએમ મોદીએ વધુમાં  જણાવ્યું કે આપણો દેશ વિવિધતાઓથી ભરેલો છે. અહીંની જમીન, ખેતીની પદ્ધતિ, બગીચા, ફળ, ફૂલો દરેક વિસ્તારની અલગ અલગ વિશેષતાઓ છે. એટલા માટે એ ક્ષેત્રની વિશેષતાઓને ધ્યાનામાં રાખીને કામ કરવું પડશે. કેવી રીતે એક હેલિકોપ્ટર અપ્રોચની સાથે આપણા કૃષિ જીવનમાં આધુનિકતા લાવવા ઇચ્છે છે. ખૂબ મોટું સપનું જોયું છે. આ સપનું હિંદુસ્તાનની દરેક ખેડૂતના જીવનને બદલવાનું એક સપનું છે.’

http://sambhaavnews.com/

You might also like